ગુજરાત

gujarat

ETV Bharat / state

મહીસાગરમાં 2.49 લાખ લોકોનું કોરોના વેક્સિનેશન કરાયું - બાલાસિનોર તાલુકા

મહીસાગર જિલ્લામાં કોરોના વેક્સિનેશન અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે. જિલ્લા આરોગ્ય તંત્રએ જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ વેક્સિનેશનને વેગવાન બનાવવા સઘન કોરોના વેક્સિનેશન અભિયાનની ખાસ ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. જિલ્લામાં 2.49 લાખથી વધુ લોકોનું વેક્સિનેશન કરવામાં આવ્યું છે.

મહીસાગરમાં 2.49 લાખ લોકોનું કોરોના વેક્સિનેશન કરાયું
મહીસાગરમાં 2.49 લાખ લોકોનું કોરોના વેક્સિનેશન કરાયું

By

Published : Apr 20, 2021, 10:44 AM IST

  • મહીસાગરમાં 45થી વધુ વયના લોકોનું કોરોના વેક્સિનેશન ઝડપી બન્યું
  • જિલ્લામાં હેલ્થ કોરોના વોરિયર્સ, ફ્રન્ટલાઈન વોરિયર્સનું પણ કરાયું વેક્સિનેશન
  • અત્યાર સુધી 2,00,338 લોકો કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લઈ ચૂક્યા છે

મહીસાગરઃ જિલ્લામાં આરોગ્ય વિભાગે 45થી વધુ ઉંમરના નાગરિકોને કોરોનાની વેક્સિન આપવાનો પ્રારંભ કર્યો છે. જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા હાથ ધરાયેલા વેક્સિનેશન ઝૂંબેશ હેઠળ મહીસાગર જિલ્લામાં અત્યાર સુધી હેલ્થ કોરોના વોરિયર, ફ્રન્ટલાઈન વોરિયર્સ, 45થી 59 અને 60 વર્ષથી વધુ ઉંમરના કુલ 2,49,922 નાગરિકોએ કોરોના વેક્સિનેશન કરાવી કોરોના સામે આરોગ્ય સુરક્ષા કવચ મેળવ્યું છે.

આ પણ વાંચોઃમહીસાગરમાં એક જ દિવસમાં 5,338 વ્યક્તિઓને અપાઇ કોરોના વેક્સિન

જિલ્લામાં સૌથી વધુ લુણાવાડા તાલુકામાં 66,111 નાગરિકોએ કોરોના વેક્સીનેસન કરાવ્યું

જિલ્લામાં 18 એપ્રિલ સુધીમાં બાલાસિનોર તાલુકામાં 38,075, સંતરામપુર તાલુકામાં 65,444, લુણાવાડા તાલુકામાં 66,111, ખાનપુર તાલુકામાં 23,029 કડાણા તાલુકામાં 30,420 અને વીરપૂર તાલુકામાં 26,866 મળી જિલ્લાના કુલ 2,49,922 જેટલા હેલ્થ કોરોના વોરિયર્સ, ફ્રન્ટલાઈન વોરિયર્સ, 45થી 59 અને 60 વર્ષથી વધુ ઉંમરના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોના નાગરિકોએ કોરોના વેક્સિનેશન કરાવ્યું છે.

આ પણ વાંચોઃપાટણના કલેક્ટરે કોરોના વેક્સિનેશન અને ટેસ્ટિંગ સેન્ટરની મુલાકાત લીધી

જિલ્લામાં 2,00,338 નાગરિકોને રસીનો પ્રથમ અને 34,141 નાગરિકોને વેક્સિનનો બીજો ડોઝ અપાયો

જિલ્લામાં અત્યાર સુધીમાં 6,027 આરોગ્ય કોરોના વોરિયર્સ, 9,143 ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ, 45થી 59 વર્ષના અને 60થી વધુ ઉંમરના 1,89,231 જેટલા નાગરિકોને કોરોના વેક્સિન મૂકવામાં આવી છે. અત્યાર સુધીમાં જિલ્લામાં 2,00,338 નાગરિકોને કોરોના રસીનો પ્રથમ અને 34,141 નાગરિકોને વેક્સિનનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.

વેક્સિન લીધા પછી પણ ખૂબજ કાળજી રાખવી જરૂરી

જિલ્લા કલેકટર આર. બી. બારડે જણાવ્યું હતું કે, વેક્સિન લીધા પછી પણ કાળજી એટલી જ રાખવાની છે જેમ કે, માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સ રાખવું અને જાહેર ભીડવાળી જગ્યા ઉપર જવું નહીં, સેનિટાઈઝ કરવું, જ્યાં-ત્યાં થૂંકવું નહીં અને ખૂબ જ કાળજી રાખી આ રોગની ગંભીરતાને સમજી આપણે બધા સાથે મળી રોગને નિયંત્રણમાં લાવવા તમામ સહયોગ કરશે તેવી આશા વ્યકત કરી હતી.

ABOUT THE AUTHOR

...view details