ગુજરાત

gujarat

ETV Bharat / state

મહીસાગરમાં કોરોના પોઝિટિવ સાત સગર્ભા મહિલાઓએ કોરોનાને માત આપી - કે.એસ.પી. હોસ્પિટલ

મહીસાગર જિલ્લામાંથી કોવિડ-19ને લઈને સારા સમાચાર આવ્યા છે. મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાં આવેલી કોવિડ-19 હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા કોરોના પોઝિટિવ દર્દીઓમાંથી સાત સગર્ભા મહિલાએ કોરોના સામે જંગ જીત્યો છે. તેઓને બુધવારે ડિસ્ચાર્જ આપવામાં આવ્યા છે. આ સાથે જિલ્લામાં એક જ દિવસમાં 13 દર્દીઓ સ્વસ્થ થતાં કુલ સ્વસ્થ દર્દીઓની સંખ્યા 91 પર પહોંચી છે. તેમજ જિલ્લામાં કોરોના ડિસ્ચાર્જ રેટ 74 ટકા થયો છે.

mahisagar
મહીસાગર

By

Published : Jun 4, 2020, 10:59 AM IST

મહીસાગર: મહીસાગર જિલ્લામાંથી કોવિડ-19ને લઈને સારા સમાચાર આવ્યા છે. મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાં આવેલી કોવિડ-19 હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા કોરોના પોઝિટિવ દર્દીઓમાંથી સાત સગર્ભા મહિલાએ કોરોના સામે જંગ જીત્યો છે. તેઓને બુધવારે ડિસ્ચાર્જ આપવામાં આવ્યા છે. આ સાથે જિલ્લામાં એક જ દિવસમાં 13 દર્દીઓ સ્વસ્થ થતાં કુલ સ્વસ્થ દર્દીઓની સંખ્યા 91 પર પહોંચી છે. તેમજ જિલ્લામાં કોરોના ડિસ્ચાર્જ રેટ 74 ટકા થયો છે.

મહીસાગરમાં કોરોના પોઝિટિવ સાત સગર્ભા મહિલાઓએ કોરોનાને માત આપી

આ ઉપરાંત જિલ્લામાં આજ સુધી બે દર્દીઓના મૃત્યુ થયા છે. હવે જિલ્લામાં કોરાનાના 29 દર્દીઓ એક્ટીવ છે. જેમાંથી 21 દર્દીઓ હાલ કે.એસ.પી. હોસ્પિટલ ખાતે તેમજ 8 દર્દી ગોત્રી મેડીકલ કોલેજ ખાતે અને એક દર્દી વડોદરા ખાતે આઇસોલેશન વોર્ડમાં સારવાર હેઠળ છે. તમામની હાલત સામાન્ય છે.

ABOUT THE AUTHOR

...view details