ગુજરાત

gujarat

બાલાસિનોરમાં કોરોના વિસ્ફોટ, એક જ દિવસમાં 50 કેસ

By

Published : May 5, 2021, 12:40 PM IST

મહીસાગર જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી દિન-પ્રતિદિન કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે આજે બુધવારે એકાએક બાલાસિનોરમાં 50 કેસો ફાટી નીકળતા જિલ્લામાં છેલ્લા પાંચ દિવસમાં કોરોનાના કુલ 714 કેસોએ મહીસાગર જિલ્લામાં કોરોના વિસ્ફોટ સર્જ્યો છે. બાલાસિનોર તાલુકામાં કોરોનાના સંક્રમણ વધતા બાલાસિનોર તાલુકાની કે.એસ.પી. હોસ્પિટલ, સર્વોદય નર્સીગ હોસ્પિટલ, સામુહિક આરોગ્ય કેન્દ્ર પર ઓક્સિજનને લઈને બેડની કમી સર્જાઈ છે.

બાલાસિનોરમાં કોરોના વિસ્ફોટ, એક જ દિવસમાં 50 કેસ
બાલાસિનોરમાં કોરોના વિસ્ફોટ, એક જ દિવસમાં 50 કેસ

  • જિલ્લામાં છેલ્લા પાંચ દિવસમાં 714 કોરોના કેસ
  • છેલ્લા પાંચ દિવસથી મહીસાગરમાં 100થી વધુ કેસ નોંધાયા હતા
  • મહીસાગર જિલ્લાની પરિસ્થિતિ દિન-પ્રતિદિન ગંભીર બનતી જાય છે

મહીસાગરઃ જિલ્લામાં સરકારી આંકડા મુજબ મંગળવારે 195 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે ગઈકાલે 169 કેસ નોંધાયા હતા. છેલ્લા પાંચ દિવસથી મહીસાગરમાં 100થી વધુ કેસ નોંધાયા હતા, એમાં પણ મંગળવારે જિલ્લામાં 195 કેસ નોંધાતા અને છેલ્લા પાંચ દિવસમાં 714 કોરોના કેસના આંકડા બતાવે છે કે, કોરોના અંગે મહીસાગર જિલ્લાની પરિસ્થિતિ દિન-પ્રતિદિન ગંભીર બનતી જાય છે.

બાલાસિનોરમાં કોરોના વિસ્ફોટ, એક જ દિવસમાં 50 કેસ

આ પણ વાંચોઃખેડામાં કોરોનાના નવા 191 કેસ નોધાયા

છેલ્લા પાંચ દિવસમાં સૌથી વધુ કેસ બાલાસિનોરમાં

તાલુકા કેસ
બાલાસિનોર 186
લુણાવાડા 177
સંતરામપુર 124

છ તાલુકામાં છેલ્લાં પાંચ દિવસમાં 714 કેસો

બાલાસિનોર તાલુકામાં 30 એપ્રિલથી 5મે દરમિયાન 186 કેસો જોવા મળ્યા છે. જેમાં મહિસાગર જિલ્લામાં સૌથી વધુ કેસ બાલાસિનોરના છે. ત્યારે લુણાવાડા તાલુકામાં 177 કેસ જોવા મળ્યા છે અને સંતરામપુર તાલુકામાં 124 કેસ, આમ જિલ્લાના છ તાલુકામાં કુલ પાંચ દિવસમાં 714 કેસો જોવા મળ્યા છે. ઉપરના આંકડાઓ જોતા જિલ્લામાં સૌથી વધુ કેસ બાલાસિનોર તાલુકામાં, ત્યારબાદ લુણાવાડામાં અને ત્યારબાદ સંતરામપુરમાં જોવા મળ્યા છે.

બાલાસિનોરમાં કોરોના વિસ્ફોટ, એક જ દિવસમાં 50 કેસ

આ પણ વાંચોઃગીર સોમનાથ જિલ્લામાં આજે મંગળવારે કોરોનાના નવા 144 કેસ નોંધાયા

લોકડાઉનના દિવસો વધતા કોરોના કેસની સંખ્યામાં વધારો

બાલાસિનોરમાં સંપૂર્ણ લોકડાઉનના દિવસો વધતા જાય છે, તેની સાથે-સાથે કોરોનાના કેસની સંખ્યા પણ વધતી જાય છે. જે તંત્ર માટે પડકારરૂપ છે. જિલ્લા આરોગ્ય વિભાગના અથાગ પ્રયત્નો, ડોક્ટર અને મેડિકલ સ્ટાફની અવિરત મહેનત છતાં પણ કોરોનાનું સંક્રમણ નિયંત્રણમાં આવતું નથી તે ચિંતાજનક છે. લોકોએ પણ હવે સોશિયલ ડિસ્ટન્સનો અમલ, ફરજીયાત માસ્ક પહેરવું, તેમજ સેનિટાઈઝરનો ઉપયોગ સહિતની કોવિડ-19 ગાઈડ લાઈનના નિયમોનું પાલન કરવું જરૂરી બન્યું છે.

ABOUT THE AUTHOR

...view details