મહીસાગર: કોરોના મહામારી દરમિયાન લોકોનું સ્વાસ્થ્ય જળવાઇ રહે તે માટે જિલ્લા આરોગ્ય તંત્ર, સામુહિક આરોગ્ય કેન્દ્રો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તેમજ હેલ્થ એન્ડ વેલનેસ કેન્દ્રો્ના તબીબો
દ્વારા ડોર ટુ ડોર તપાસ હાથ ધરવામાં આવી છે.
કોરોના પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સંતરામપુરમાં લોકોની આરોગ્ય ચકાસણી કરાઈ - condition of corona in mahisagar
કોરોના વાયરસના સંક્રમણને ફેલાતું અટકાવવા માટે જિલ્લા કલેકટર આર.બી.બારડ અને જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીના માર્ગદર્શન હેઠળ વહીવટી અને આરોગ્ય તંત્ર દ્વારા અનેકવિધ પગલાં લેવામાં આવી રહ્યાં છે. મહીસાગર જિલ્લાના નાગરિકોની આરોગ્ય સુખાકારી જળવાઇ રહે તે માટે આરોગ્ય કર્મીઓ દ્વારા ગામે-ગામ આરોગ્યસલક્ષી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
તાલુકાના RBSKના મેડીકલ ઓફિસર અને તેમની ટીમ દ્વારા સંતરામપુર તાલુકાના હઠીપુરા, લીમડી, પાચામુવા અને મોલારા ગામની ધન્વંતરી રથ દ્વારા નાગરિકોના આરોગ્યની ચકાસણી કરવામાં આવી હતી. આરોગ્યન ટીમ દ્વારા ગામની મુલાકાત દરમિયાન નાગરિકોની SPO2ની ચકાસણી કરવાની સાથે HBNC વિઝિટ દરમિયાન આરોગ્યનનું શિક્ષણ આપવામાં આવ્યું હતું. તેમજ KMC અને પોષણ વિશે જાણકારી આપવામાં આવી હતી. રોગ પ્રતિકારક શકિતમાં વધારો થાય તે માટે ઘરઆંગણે પ્રાપ્તએ ઔષધનો ઉપયોગ કરીને ઉકાળો કેવી રીતે બનાવી શકાય તેની સમજ આપતી પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આરોગ્યંની ટીમ દ્વારા દરેક નાગરિકોને સોશિયલ ડીસ્ટન્સીંગ તેમજ વારંવાર હાથ ધોવા તે અંગેની સમજ આપવાની સાથે જરૂર વગર ઘરની બહાર ન નીકળવા અને જો ઘરની બહાર નીકળવાનું થાય ત્યારે ફરજિયાત માસ્કા પહેરીને જ બહાર નીકળવા અંગે સમજ આપી સરકાર દ્વારા અવાર-નવાર આપવામાં આવતી સુચનાઓનું પાલન કરી સલામત અને સુરક્ષિત રહેવા જણાવાયું હતું.