- કોંગ્રેસના કાર્યકર્તાઓને ભાજપમાં જોડાવાની કવાયત શરૂ
- કોંગ્રેસમાં વર્ષોથી કામ કરતા કાર્યકરોએ ભાજપનો ખેસ ધારણ કર્યો
- દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોરની અધ્યક્ષતા હેઠળ ભાજપમાં જોડાયા
મહિસાગર: ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજયની ચૂંટણી જાહેર થતાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના રાજકારણમાં હલચલ વધી છે. ચૂંટણી જાહેર થતાં જિલ્લામાં કોંગ્રેસના કાર્યકર્તાઓને ભાજપમાં જોડાવાની કવાયત શરૂ થઈ છે. સંતરામપુર ખાતે બુધવારના રોજ સંતરામપુર અને મોરવા હડફ વિધાનસભાના કોંગ્રેસ પાર્ટીમાં વર્ષોથી કામ કરતા 1500 જેટલા કાર્યકરોએ સંસદીય વિસ્તાર દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોરની અધ્યક્ષતા હેઠળ ભાજપનો ખેસ પહેરી વિધિવત રીતે જોડાયા છે.