- સ્થળ પરથી ગર્ભપાતમાં વપરાતી ગોળીઓ પણ મળી આવી
- પોલીસે વીડિયોગ્રાફીની વાયરલ વિડીયો સાથે સરખામણી કરી
- સમગ્ર ઘટના અંગે ચાર વ્યક્તિઓ સામે ગુનો દાખલ
સંતરામપુર: વાયરલ થયેલા વીડિયોમાં એક મહિલાને બેભાન કરી સાધનો સાથે અમાનવીય રીતે ગર્ભપાત કરવાની ઘટના સામે આવી છે. ઘટનાને અંજામ આપનારી મહિલાઓ અંગે તપાસમાં મહીસાગર જિલ્લાના સંતરાપુરમાં આવેલા FCIના એક ગોડાઉન પાછળ આ ઘટના બની હોવાનું સામે આવ્યું હતું. જ્યાં એક મકાનમાં આ યુવતીની કૂખમાં રહેલા બાળકની હત્યા થઇ રહી હતી. હાલમાં આ ઘટનાને અંજામ આપનારી મહિલાઓ કોણ છે અને તેમાં કોણ નર્સ છે એ વિશેની તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચો: 'માં'વતરની હત્યા : મહીસાગરના સંતરામપુરમાં ગેરકાયદેસર ગર્ભપાતનો વીડિયો વાઇરલ, બાળ આયોગે આપ્યા તપાસના આદેશ