ગુજરાત

gujarat

ETV Bharat / state

મહીસાગરમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે કોલેજ શરૂ કરાઈ - કોલેજ શરૂ

રાજ્ય સરકાર દ્વારા કોલેજ ફરી શરૂ કરવા નિર્ણય કરવામાં આવ્યો છે. આ અંતર્ગત મહીસાગરમાં પણ કોલેજના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો છે. કોલેજ ફરી શરૂ થતા વિદ્યાર્થીઓમાં આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો. રાજ્ય સરકારની એસઓપી મુજબ, કોલેજે તમામ પ્રકારની કાળજી રાખવી પડશે. આ સાથે જ વિદ્યાર્થીઓએ માસ્ક, સેનિટાઈઝર અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું પડશે.

મહીસાગરમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે કોલેજ શરૂ કરાઈ
મહીસાગરમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે કોલેજ શરૂ કરાઈ

By

Published : Feb 9, 2021, 10:14 AM IST

  • કોરોના સંક્રમણ ઘટતા રાજ્ય સરકારે કોલેજ શરૂ કરવાની આપી પરવાનગી
  • મહીસાગર જિલ્લામાં પણ પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય શરૂ કરાયું
  • મહીસાગર જિલ્લામાં આર્ટ્સ, સાયન્સ અને કોમર્સના પ્રથમ વર્ષના વર્ગ શરૂ કરાયા

લુણાવાડા (મહીસાગર): ગુજરાતમાં કોરોનાની સ્થિતિ કાબૂમાં આવતા અને કોરોના કેસમાં સતત ઘટાડો થતા સરકારે શૈક્ષણિક કાર્ય રાબેતા મુજબ શરૂ કરવાનું શરૂ કર્યું છે. આ અંતર્ગત 11 જાન્યુઆરીથી પ્રથમ તબક્કામાં ધો. 10 અને 12ની સ્કૂલો 1 ફેબ્રુઆરીથી અને બીજા તબક્કામાં ધોરણ 9 અને 11ના વર્ગોમાં પ્રત્યક્ષ શિક્ષણ શરૂ કરવામાં આવ્યા હતા. હવે કોલેજ પણ શરૂ કરી દેવાઈ છે.

મહીસાગર જિલ્લામાં આર્ટ્સ, સાયન્સ અને કોમર્સના પ્રથમ વર્ષના વર્ગ શરૂ કરાયા

10 મહીના પછી કોલેજ શરૂ થતા વિદ્યાર્થીઓમાં આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો

કોલેજના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે પ્રત્યક્ષ શૈક્ષણિક કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો છે. મહીસાગર જિલ્લામાં પણ સરકારની ગાઈડલાઈન મુજબ આજથી આર્ટ્સ સાયન્સ અને કોમર્સના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે કોલેજમાં વર્ગો શરૂ કરવામાં આવ્યા છે. કોલેજમાં વર્ગો શરૂ થતાં વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details