લુણાવાડા: કોરોના વાઇરસની સામે સમગ્ર વિશ્વ અને ભારત દેશ ઝઝૂમી રહ્યો છે. ત્યારે કોરોના સંક્રમણને નિયંત્રણમાં રાખવા માટે સરકાર દ્વારા અનેકવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે. ત્યારે મહિસાગર જિલ્લા વહીવટીતંત્ર કોરોના સામેની લડત માટે સુસજ્જ અને સતર્ક છે.
કોરોના સંદર્ભે ખાનપુરના ડોલરીયા કન્ટેનમેન્ટ વિસ્તારની જિલ્લા કલેકટરે મુલાકાત લીધી - મહીસાગર ન્યૂઝ
મહીસાગરના લુણાવાડાના ખાનપુર તાલુકાના ડોલરીયા કન્ટેન્ટમેન્ટ વિસ્તારની જિલ્લા કલેકટરે મુલાકાત કરી હતી અને ગ્રામજનોને જરૂરી સાથ સહકાર આપવા તેમજ કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવા અનુરોધ કર્યો હતો.
જિલ્લામાં ખાનપુર તાલુકામાં પણ કોરોના પોઝિટિવ કેસ સામે આવતા વહીવટી તંત્ર અને આરોગ્યતંત્ર તેનો મક્કમતાથી મુકાબલો કરી અને કોરોનાને મ્હાત આપવા અગમચેતીના પગલાં રૂપે અનેક પગલાં લેવામાં આવી રહ્યા છે. જે સંદર્ભે ખાનપુર તાલુકાના ડોલરીયા ગામે કન્ટેન્ટમેન્ટ વિસ્નીતારની જિલ્લા કલેકટર આર.બી.બારડેએ મુલાકાત કરી હતી.
તેમણે કન્ટેન્ટમેન્ટ વિસ્માંતારમાં આરોગ્યતંત્ર દ્વારા થયેલા આરોગ્યલક્ષી કામગીરીની જાત તપાસ કરી ઉપસ્થિત અધિકારી-કર્મચારીઓને સલાહ સુચનો કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. જેથી કોરોના પરિસ્થિતિને પહોંચી વળવા અને કન્ટેન્ટમેન્ટ વિસ્તારમાં કોરોનાના સંક્રમણને નિયંત્રણમાં રાખી શકાય. તેમણે ગ્રામજનોને જરૂરી સાથ સહકાર આપવા તેમજ કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવા અનુરોધ કર્યો હતો.