લુણાવાડા : મહિસાગર જિલ્લા કલેકટર આર.બી.બારડે સંતરામપુર તાલુકાના ચીચાણી તેમજ લુણાવાડા તાલુકાના પાણીયાપુરા એમ બંને કન્ટેઇન્મેન્ટ વિસ્તારની મુલાકાત લીધી હતી. ચીચાણી તેમજ પાણીયાપુરા કન્ટેઇન્મેન્ટ વિસ્તારમાં પોઝિટિવ કેસ સામે આવતા આ ગામોના વિસ્તારને કન્ટેઇન્મેન્ટ વિસ્તાર હેઠળ આવરી લેવાયા છે. કલેકટરે આ વિસ્તારના લોકોના ઘરોની મુલાકાત દરમિયાન સ્થાનિકોને આરોગ્ય વિભાગ દ્વારા થતા ડોર ટુ ડોર સર્વેમાં સહકાર આપવા અપીલ
કરી હતી.
તેમજ આ વિસ્તારમાં બિનજરૂરી અવરજવર ના કરવા લોકોને જણાવ્યું હતું. કન્ટેઇન્મેન્ટ ઝોનમાં કોરોના સંક્રમણનો ફેલાવો રોકવા માટે કરવામાં આવતી કામગીરી જેવી કે આયુર્વેદિક ઉકાળા વિતરણ, સંશમની વટી ગોળી, હોમિયોપેથીક દવા આર્સેનિક આલ્બનું વિતરણ તેમજ મેડીકલ સર્વે ટીમની કામગીરીનો રિવ્યુ કર્યો હતો.