મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાં ભરતભાઈ શાહ જુના જમાનાનાં ગાંધીજીના ફોટાઓ, ટીકીટો, અને ફસ્ટ ડે કવરનું કલેક્શન કરવાનો શોખ ધરાવે છે. તેઓને આ શોખ વારસામાં મળ્યો છે. તેમની પાસે ગાંધીજીના દુર્લભ ફોટાઓ, ટીકીટો અને સિક્કા ઉપલબ્ધ છે. આ ઉપરાંત તેમણે ગાંધીજીના જુના પુસ્તકોનું કલેક્શન કરવાનો શોખ રહ્યો છે.
અહીં ગાંધીજીની દુર્લભ ટિકિટો અને ફોટાઓનું કરાયું છે કલેક્શન - બાલાસિનોર
મહીસાગર: જિલ્લાના બાલાસિનોરમાં રહેતા ભરતભાઈ શાહ, જેઓ સોના ચાંદીના ધંધા સાથે સંકળાયેલા છે. તેઓ જુની ટીકીટો, ફાસ્ટ ડે કવર, અને ફોટાઓનું કલેક્શન કરવાનો શોખ ધરાવે છે. આમ તો આ શોખ રાજા જેવો છે. એમ પણ કહેવાય છે કે કિંમતની દ્રષ્ટિએ આ શોખ રાજા જેવો છે. ટીકીટ સંગ્રહ, ફસ્ટ ડે કવર, વ્યુ કાર્ડ, ટપાલ ટિકિટ, દિવસે દિવસે ટિકિટમાં અવનવા પ્રયત્નો ફળીભૂત થતા ટીકીટોનું મહત્વ વધ્યું છે. જેથી આ પ્રકારના શોખ ધરાવતા વ્યક્તિ કોઈપણ ભોગે કલેક્શન એકઠું કરતા રહે છે.
![અહીં ગાંધીજીની દુર્લભ ટિકિટો અને ફોટાઓનું કરાયું છે કલેક્શન](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4652973-thumbnail-3x2-gandhiji.jpg)
Mahisagar
અહીં ગાંધીજીની દુર્લભ ટિકિટો અને ફોટાઓનું કરાયું કલેક્શન
ભરતભાઈએ જણાવ્યું કે, 'આ તમામ દુર્લભ વસ્તુઓની ખરીદી હું અમદાવાદ અને મુંબઈથી કરેલી છે. મારા આગવા શોખના કારણે હું અવાર નવાર એક્ઝિબિશન થતા હોય ત્યાંથી ગાંધીજીની ટિકિટો, ફોટાઓ તેમજ તેમના સમયની જૂની પેંટિંગ કરેલા ચિત્રો, સિક્કા, નોટો, વગેરે ખરીદી લેતો હતો'.