ગુજરાત

gujarat

ETV Bharat / state

મહીસાગરમાં માસ્ક વગર ફરતાં વ્યક્તિઓ પાસેથી તંત્ર દ્વારા દંડ વસૂલી - દંડ

કોરોના વાયરસની મહામારી સામે દેશ સહિત રાજ્ય મક્કમતાથી લડત આપીને કોરોના ને મહાત આપવા તથા સંક્રમણ અને નિયંત્રણમાં રાખવા માટે જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ વહીવટી અને આરોગ્ય તંત્ર દ્વારા અનેકવિધ પગલાં લેવામાં આવી રહ્યાં છે.

મહીસાગરમાં માસ્ક વગર ફરતાં વ્યક્તિઓ પાસેથી તંત્ર દ્વારા  દંડ વસૂલી
મહીસાગરમાં માસ્ક વગર ફરતાં વ્યક્તિઓ પાસેથી તંત્ર દ્વારા દંડ વસૂલી

By

Published : Jul 13, 2020, 4:23 PM IST

લૂણાવાડાઃ મહીસાગર જિલ્લામાં વધી રહેલા કોવિડ-19 ના કેસને ધ્યાનમાં રાખીને જાહેર સ્થળોએ ફરજિયાત માસ્ક પહેરવાના જાહેરનામાનો કડક અમલીકરણ થાય તે માટે તંત્રએ લાલ આંખ કરી છે. જિલ્લાની તમામ નગરપાલિકાઓ, પંચાયત વિભાગ અને પોલીસ વિભાગ દ્વારા જિલ્લા કલેકટરના માસ્ક અંગેના જાહેરનામાનું સુચારૂ અમલીકરણ થાય તે માટે માસ્ક વગર ફરતાં લોકો પાસેથી દંડ વસૂલવાની કામગીરી ઝૂંબેશરુપે હાથ ધરવામાં આવી છે.

મહીસાગરમાં માસ્ક વગર ફરતાં વ્યક્તિઓ પાસેથી તંત્ર દ્વારા દંડ વસૂલી
જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પોલીસ વડા દ્વારા જિલ્લાના પ્રજાજનોને સરકાર તરફથી જાહેર કરવામાં આવતી વિવિધ સૂચનાઓનું પાલન કરવા તેમજ જ્યારે પણ ઘરની બહાર નીકળ્યો ત્યારે માસ્ક પહેરીને જ બહાર નીકળવા અપીલ કરવામાં આવે છે.
મહીસાગરમાં માસ્ક વગર ફરતાં વ્યક્તિઓ પાસેથી તંત્ર દ્વારા દંડ વસૂલી
આમ છતાં પણ કેટલાક નાગરિકો દ્વારા તેનું પાલન કરવા ઉદાસીનતા સેવવામાં આવી રહી છે. જેના કારણે કોરોના વાયરસનું સંક્રમણ ફેલાવાનો ભય ઊભો થયો છે. ત્યારે તંત્ર દ્વારા નાગરિકો જાગૃતતા અને સાવચેતી રાખે તે હેતુસર માસ્ક પહેર્યાં વગર બહાર નીકળતાં નાગરિકો સામે લાલ આંખ કરીને સ્થળ ઉપર જ દંડ વસૂલ કરવામાં આવી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details