ગુજરાત

gujarat

ETV Bharat / state

મહિસાગરના આ વ્યક્તિ પાસે છે જુના ચલણી સિક્કા, નોટો અને ટિકિટોનું અદભુત કલેક્શન - gujarati news

મહીસાગર: બાલાસિનોરમાં ભરત શાહ સોના ચાંદીના ધંધા સાથે સંકળાયેલા છે. ભરતભાઈ શાહને 50 વર્ષથી જુના ચલણી સિક્કા, નોટો, ટિકિટો, ફર્સ્ટ ડે કવર તેમજ અનેક પ્રકારની જૂની દુર્લભ વસ્તુઓનો સંગ્રહ કરવાનો શોખ રહ્યો છે. જેમાં જુના ચલણી સિક્કા, નોટોના કલેકશનમાંની નોટોનું મૂલ્ય લાખોની કિંમતમાં છે. આ ઉપરાંત જૂની પૌરાણિક ચીજ વસ્તુઓનો સંગ્રહ તેમની પાસે રહેલો છે.

અહીં જુઓ, જુના ચલણી સિક્કા, નોટો અને ટિકિટોનું કલેક્શન

By

Published : May 4, 2019, 11:46 AM IST

Updated : May 4, 2019, 12:48 PM IST

બાલાસિનોર નગર વિસ્તારમાં રહેતા જૂની ચલણી નોટો, સિક્કાઓ અને ટિકિટોના કલેકટ કરનારા ભરતભાઈ શાહે જણાવ્યું કે, નાનપણમાં શાળામાં ભણતા સમયથી 786 નંબરની ચલણી નોટો, ટપાલ ટિકિટ અને જૂના જમાનાના સિક્કાઓનો સંગ્રહ કરવાનું શરૂ કર્યું હતું. આ ઉપરાંત મુંબઈ, અમદાવાદ જેવા શહેરોમાંથી કલેકશન ખરીદી કરી તેની કેટલી કિંમત છે તે જાણી ટિકિટો, સિક્કાઓ, ફર્સ્ટ ડે કવર મહાપુરૂષના જન્મ તારીખ વાળી નોટ, ગાંધીજીની દુર્લભ ટિકિટો વગેરેનું લાખોની કિંમતનું કલેકશન એકઠું કર્યું છે.

અહીં જુઓ, જુના ચલણી સિક્કા, નોટો અને ટિકિટોનું કલેક્શન

ભારતની આઝાદી પહેલા અને પછીની ચલણી નોટો, સિક્કાઓ કલેકશનમાં છે. તે આગવા શોખને કારણે આ કલેકશન ખરીદવા અમદાવાદ અને મુંબઈ જાય છે. આ ઉપરાંત ભારતની 100થી 150 વર્ષ જૂની ટપાલ ટિકિટો, ફર્સ્ટ ડે કવર, અને ચલણી નોટો તેમજ હજાર વર્ષ જુના સિક્કાઓ ભરપૂર પ્રમાણમાં છે. ગાંધીજીની દુર્લભ ટિકિટો અને ફર્સ્ટ ડે કવર જેની કિંમત લાખોમાં છે તે પણ તેમની પાસે ઉપલબ્ધ છે.

Last Updated : May 4, 2019, 12:48 PM IST

ABOUT THE AUTHOR

...view details