ગુજરાત

gujarat

ETV Bharat / state

CM રૂપાણી 8મી જૂને રૈયોલી ખાતે ડાયનોસોર પાર્ક ઇન્ટરપ્રિટેશન સેન્ટરનું લોકાર્પણ કરશે - Interpretation Center

મહીસાગર: રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના વરદ હસ્તે 8 મી જૂનના સવારના 9:30 કલાકે મહીસાગરના બાલાસિનોર તાલુકામાં આવેલા રૈયોલી ડાયનોસોર પાર્ક ઇન્ટરપ્રિટેશન સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવનાર છે.  જેના કાર્યક્રમના સુચારૂ આયોજન અર્થે જિલ્લા કલેક્ટર આર.બી.બારડના અધ્યક્ષ સ્થાને જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક જિલ્લા સેવા સદન લુણાવાડાના સભાખંડમાં યોજાઇ હતી.

CM રૂપાણી 8મી જૂને રૈયોલી ખાતે ડાયનોસોર પાર્ક ઇન્ટરપ્રિટેશન સેન્ટરનું લોકાર્પણ કરશે

By

Published : Jun 7, 2019, 4:22 AM IST

આ પ્રસંગે બેઠકમાં ઉપસ્થિત અધિકારીઓને સંબોધન કરતાં જિલ્લા કલેક્ટર આર.બી બારડે જણાવ્યું હતું કે, રાજ્યના મુખ્યપ્રધાનના વરદ હસ્તે 8 મી જૂનના સવારના 9:30 કલાકે જિલ્લાના બાલાસિનોર તાલુકાના રૈયોલી ખાતે ડાયનાસોર ઇન્ટરપ્રિટેશન સેન્ટરનું લોકાર્પણ થવાનું છે. ત્યારે આ કાર્યક્રમને સફળતા પૂર્વક પાર પાડવા માટે જિલ્લાના અધિકારીઓને સોંપવામાં આવેલી કામગીરી સંકલનમાં રહી ટીમવર્કથી કામગીરી કરવા તાકીદ કરી હતી.

આ પ્રસંગે નિવાસી અધિક કલેક્ટર આર.આર.ઠક્કરે બાલાસિનોર તાલુકાના રૈયોલી ખાતે ડાયનાસોર ફોસિલ પાર્ક ઇન્ટરપ્રિટેશન સેન્ટર લોકાર્પણ થનાર કાર્યક્રમનું આગોતરૂ સુચારૂ આયોજન કરી સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ કરવા માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ બેઠકમાં મંડપ વ્યવસ્થા, બેઠક વ્યવસ્થા, વીજળી પુરવઠા, પીવાના પાણીની વ્યવસ્થા, કાયદો અને વ્યવસ્થા, પાર્કિંગ, આરોગ્ય વિષયક અને સફાઇ વ્યવસ્થાની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અરવિંદ વિજયન, જિલ્લા પોલીસ અધિક્ષક ઉષા રાડા, નિવાસી અધિક કલેક્ટર આર.આર.ઠક્કર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જાદવ સહિત જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

ABOUT THE AUTHOR

...view details