- હોસ્પિટલ પાસે ખાડો કરવા બાબતે ડોક્ટર અને પોલીસ વચ્ચે બોલાચાલી
- DYSP સંતરામપુર પોલીસ સ્ટેશને દોડી આવ્યા
- ડૉક્ટરે ઉચ્ચ કક્ષાએ તપાસ કરવા માટે રજૂઆત કરી
મહીસાગરઃસંતરામપુરમાં સુરેખા હોસ્પિટલ પાસે ખાડો કરવામાં આવ્યો હતો. આ ખાડાને લઈને સંતરામપુરના પોલીસ ઇન્સ્પેક્ટર અને ટ્રાફીક જમાદાર તેમજ પોલીસ કર્મીઓનો સ્ટાફ મળીને હોસ્પિટલ પાસે પહોંચ્યા હતા અને ડૉક્ટરને પોલીસે ટ્રાફિકમાં નડતર રૂપ ખાડો પૂરવા માટે ડૉક્ટરને જણાવ્યું હતું. તે બાબતે ડૉક્ટરને એક-બે દિવસમાં ખાડો પૂરી દઈશ તેમ જણાવ્યુ હતું. પરંતુ પોલીસે ડૉક્ટરને તમારા નામની FIR થઈ છે. ચલો ગાડીમાં બેસી જાવ તેમ કહેતા પોલીસ અને ડૉક્ટરને વચ્ચે બોલાચાલી થઈ હતી. આ ઘટનાનો CCTV ફૂટેજનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. હતા.