ગુજરાત

gujarat

ETV Bharat / state

મહીસાગર જિલ્લા કલેક્ટર સહિત નાગરિકોએ “ડુ યોગા બીટ કોરોના” માં ઉત્સાહભેર ભાગ લીધો - યોગા એટ હોમ-યોગા વીથ  ફેમીલી

ભારતીય સંસ્કૃતિના આધારસ્તંભ સમાન યોગાસનો શ્રેષ્ઠ સાબિત થયા છે. ભારતીય યોગાસને વિશ્વમાં અનેરૂ સ્થાન પ્રસ્થાપિત કર્યું છે. દેશ અને વિદેશના લોકો મન અને તનના આરોગ્ય માટે યોગાસન કરે છે. ભારતીય સંસ્કૃતિના આધારસ્તંભ સમાન આ યોગને વિશ્વએ સ્વીકારી 21જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે જાહેર કર્યો છે.

મહીસાગર જિલ્લા કલેક્ટર સહિત નાગરિકોએ “ડુ યોગા બીટ કોરોના” માં ઉત્સાહભેર ભાગ લીધો
મહીસાગર જિલ્લા કલેક્ટર સહિત નાગરિકોએ “ડુ યોગા બીટ કોરોના” માં ઉત્સાહભેર ભાગ લીધો

By

Published : Jun 19, 2020, 6:07 PM IST

મહીસાગર: વિશ્વ આજે કોરોના સામે લડી રહ્યું છે. ત્યારે તેની સામે લડવા માટે યોગ પણ શ્રેષ્ઠ માધ્યમ છે. કોરોના સંક્રમણથી બચવા માટે યોગ ખૂબ મહત્વનું બની રહ્યું છે. ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા યોગમાં સૌને જોડાવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
તા. 21મી જૂનના વિશ્વ યોગ દિવસના અનુસંધાને યોગ સપ્તાહ ઉજવવામાં આવી રહ્યું છે.

મહીસાગર જિલ્લા કલેક્ટર સહિત નાગરિકોએ “ડુ યોગા બીટ કોરોના” માં ઉત્સાહભેર ભાગ લીધો

આ મુહિમના ભાગરૂપે આજે તા.19ના રોજ ‘યોગ કરીશું, કોરોનાને હરાવીશું’ થીમ આધારિત મનગમતો યોગ કરી પોતાનો ફોટો સોશિયલ મીડીયા જેમ કે ફેસબુક, ટ્વીટર કે ઇન્સ્ટાગ્રામ પર #DoYogaBeatKorona કરી અપલોડ કરવાની મુહિમના ભાગરૂપે આજે મહીસાગર જિલ્લા કલેક્ટર આર.બી.બારડ સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ, શાળાના શિક્ષકો, પ્રબુધ્ધ નાગરિકો સહિત પ્રજાજનોએ ઉત્સાહભેર ભાગ લઇને વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી, યોગ કરીશું કોરોનાને ભગાવીશુ તે માટે કટીબદ્ધ થયા હતા.

ઉપરાંત, આગામી તા.21જૂન વિશ્વ યોગ દિવસની ઉજવણી કોરોના વાયરસની મહામારીને ધ્યાને રાખીને તેમજ સંક્રમણ ન ફેલાય તે માટે તા. 21ના રોજ જિલ્લાના સૌ પ્રજાજનોને ‘યોગા એટ હોમ-યોગા વીથ ફેમીલી’ના કન્સેપ્ટને અપનાવવામાં આવ્યો છે. યોગ દિવસ નિમિત્તે ઘરે રહીને યોગા કરી વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવા જિલ્લા કલેક્ટર આર.બી.બારડે અપીલ કરી છે.

ABOUT THE AUTHOR

...view details