મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આજે બાલાસિનોર તાલુકાના નાનકડા રૈયોલી ગામે દેશના સૌ પ્રથમ અને વિશ્વના ત્રીજા ફોસીલ પાર્ક-ડાયનાસોર મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું હતું. ડાયનાસોરના જીવાશ્મ અવશેષો થીજીને પથ્થર બની ગયેલા ઇંડા અને વિવિધ સંશોધનોને વણી લઇને વિશ્વનો ત્રીજો અને ભારતનો પ્રથમ ડાયનાસોર જીવાશ્મ ઉદ્યાન બનાવવામાં આવ્યો છે. આ ઉપરાંત ઉદ્યાનની સાથે અદ્યતન ટેકનોલોજીનો વિનિયોગ કરીને 10 ગેલેરી ધરાવતું સંગ્રહાલય પણ બનાવવામાં આવ્યું છે.
મ્યુઝિયમને નિહાળતા મુખ્યપ્રધાન મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રૈયાલીનો હવે પ્રવાસન ધામ તરીકે વિકાસ થતાં સ્થાનિક રોજગારીની તકો પણ વધશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો. ડાયનાસોર પાર્કના ઉદઘાટન સાથે ગુજરાતના પ્રવાસન ક્ષેત્રે એક મહત્વપૂર્ણ સિદ્ધિ મેળવી છે.
મુખ્યપ્રધાને જણાવ્યું કે આ ઈડાંની કાળગણનાનો અભ્યાસ કરતાં જાણવા મળ્યું છે કે ભારતની જીવસૃષ્ટિ અને સંસ્કૃતિ છ હજાર કરોડ વર્ષ કરતાં પણ જૂની છે. વિશાળકાય ડાયનાસૌરના લગભગ 65 મીલિયન વર્ષના ઈતિહાસને રજૂ કરતો ભારતનો સૌ પ્રથમ અને અદ્યતન 'ખોદકામથી પ્રદર્શન' સુધીની ગાથા કહેતો રૈયોલીનો માહિતીસભર ડાયનાસોર પાર્ક આજથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી પછી ગુજરાતની વધુ એક અજાયબી બન્યો છે. આ ડાયનાસોર પાર્ક રૈયોલી અને બાલાસિનોર તાલુકાને વર્લ્ડ ટુરિઝમ મેપ પર ચમકાવશે. વધુમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, સાસણના સિંહ, બાલાસિનોરનો ડાયનાસોર પાર્ક,
રતનમહાલ રીંછ અભ્યારણ્ય, વેરાવળના દરિયાની ડોલફિન, કચ્છનું સફેદ રણ, જુનાગઢનો સૌથી મોટો રોપ-વે વિશ્વ આખાને ગુજરાત તરફ આકર્ષિત કરશે.
મુખ્યપ્રધાનનું સ્વાગત કરતા આગેવાનો આ તકે રાજયના પ્રવાસન પ્રધાન જવાહર ચાવડાએ જણાવ્યું કે સાડા છ કરોડ વર્ષ પૂર્વે ગુજરાત સજીવ સૃષ્ટિની સમૃધ્ધ વિરાસતનું કેન્દ્ર હતું. એ વાતની પ્રતિતી આ સંગ્રહાલય અને ઉદ્યાન કરાવે છે. આ ગુજરાતનું જુરાસીક પાર્ક છે. ડાયનાસોરની અહીં જે ત્રણ વિશિષ્ટ પ્રજાતિઓ વિશ્વમાં કયાંય પણ ન હતી. ડાયનાસોર આધારીત પ્રવાસનનું આ આગવું અને વિશિષ્ટ કેન્દ્ર બની રહેશે.
ચેકનું વિતરણ કરતા મુખ્યપ્રધાન પ્રવાસન રાજય પ્રધાન વાસણ આહિરે જણાવ્યું કે ડાયનાસોર પાર્કથી મહિસાગર જિલ્લો વિશ્વ પ્રવાસનનું કેન્દ્ર બનતા રોજગારીની વિશિષ્ટ તકો ઉપલબ્ધ થશે. આ સંગ્રહાલય કરોડો વર્ષ પૂર્વેની મહાકાય સજીવ સૃષ્ટિને ટેકનોલોજીથી જીવંત કરે છે.
લોકાર્પણ બાદ સંબોધન કરતા મુખ્યપ્રધાન