ગુજરાત

gujarat

ETV Bharat / state

બાલાસિનોર GIDCમાં વિવિધ 11 ઔદ્યોગિક એકમોમાં કોવિડ-19 ગાઈડલાઈનની આકસ્મિક તપાસણી કરાઇ - બાલાસિનોરમાં કોરોનાના કેસ

મહિસાગર જિલ્લામાં હાલ કોરોના સંક્રમિત અને શંકાસ્પદ દર્દીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે. આવા સંજોગોમાં મહિસાગર જિલ્લામાં આવેલા નાના મોટા ઔદ્યોગિક એકમોમાં કોવિડ-19 ના નિયમોનું ચુસ્તપણે પાલન થાય છે કે કેમ તે અંગે તપાસ ધરવામાં આવી હતી. જિલ્લા કલેકટરના સૂચનોને ધ્યાને લઇ જિલ્લામાં આવેલા આવા એકમોની આકસ્મિક ચકાસણી કરવામાં આવી રહી છે.

બાલાસિનોર GIDC
બાલાસિનોર GIDC

By

Published : Jul 21, 2020, 9:25 PM IST

લુણાવાડા: બાલાસિનોર GIDC માં આવેલી વિવિધ ઔદ્યોગિક એકમોમાં કોવિડ-19 ના નિયમોનું (SPO) પાલન થાય છે કે કેમ તેની તપાસ કરવા આવી હતી. બાલાસિનોરના મામલતદારના સીધા માર્ગદર્શન હેઠળ મામલતદાર કચેરી અને નગરપાલિકા કચેરીના સ્ટાફની સંયુક્ત ટીમ બનાવીને પોલીસ કર્મચારીઓની સાથે રાખીને GIDC માં આવેલી 11 જેટલા વિવિધ ઔદ્યોગિક એકમોની આકસ્મિક તપાસણી હાથ ધરવામાં આવી હતી.

બાલાસિનોર GIDC
આ તપાસણી દરમિયાન તમામ ઔદ્યોગિક એકમોને સરકાર દ્વારા નિયત કરવામાં આવેલા (SPOs) ના નિયમોની અમલવારી કરવા અને તેનું પાલન કરવાની સમજ આપવામાં આવી હતી. આ જાણકારી બાલાસિનોર મામલતદારે એક યાદી દ્વારા જણાવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details