પ્રા.આચાર્ય એ.વી.પટેલે શિક્ષકોના સર્વોચ્ચ સ્થાને સન્માન આપતા જણાવ્યું હતું કે, શિક્ષક બાળકોમાં સમજણ સંસ્કાર અને શિક્ષણનું સિંચન કરી તેનું ઘડતર કરે છે. આજના આધુનિક જમાનામાં ચોક અને ટોકથી આગળ વધીને ટેકનોલોજી પ્રમાણે અપડેટ થવાની જરૂર છે. વર્ગને સ્વર્ગ બનાવવાનું કામ ઇનોવેટિવ શિક્ષકોનું છે.
બાલાસિનોરમાં સેન્ટર ફોર એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટીવલ 2020નો આરંભ - Mahisagar samachar
મહીસાગર: શિક્ષણ સમિતિના ચેરમેન દશરથભાઈ બારીયાએ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે ઇનોવેટિવ શિક્ષકો દ્વારા હાલમાં જે કૃતિઓ રજૂ કરવામાં આવી છે. તેના કરતા પણ મોટી સંખ્યામાં આગામી સમયમાં વિદ્યાર્થીઓમાં સર્જનાત્મક પ્રવૃત્તિ ખીલે તેવા પ્રયાસો હાથ ધરી ઇનોવેશન ફેસ્ટિવલના હાર્દને સાર્થક કરવાની દિશામાં આગળ વધવા પર ભાર મુક્યો હતો.
ઇનોવેશન ફેસ્ટિવલમાં લુણાવાડાની એસ.કે હાઈસ્કૂલના નેશનલ કક્ષાએ વિજ્ઞાનમેળામાં કૃતિ રજુ કરનાર ઈનોવેટીવ શિક્ષક આશિષ પટેલને મોમેન્ટો આપી સન્માન કરાયું હતું. શિક્ષકોએ તૈયાર કરેલા હેલ્થ કાર્ડનું વિમોચન કરાયું હતું. આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે સેન્ટર ફોર ઇનોવેશન ઇન એજ્યુકેશન નવતર દ્વારા અભિનવ પુસ્તિકાનું વિમોચન કરાયું હતું. પાંચમા ઇનોવેશન ફેસ્ટિવલમાં 55 પ્રાથમિક, ચાર માધ્યમિક, ત્રણ BRC સર્વ શિક્ષા અભિયાન અને એક આરોગ્યની મળી કુલ 63 કૃતિ રજૂ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ પદે ઉપસ્થિત ભારતના દેશના શ્રેષ્ઠ મોર્ડન ત્રણ પોલીસ સ્ટેશનની કક્ષામાં દ્વિતીય ક્રમે પસંદગી થનાર બાલાસિનોર પોલીસ મથકના PSI પ્રકાશ પંડ્યાનું સન્માન કરવામાં આવ્યું હતું.
મહિસાગર જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબેન ખાંટે રીબીન કાપી પાંચમા એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલને ખુલ્લો મુક્યો હતો. કાર્યક્રમના પ્રારંભમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સ્વાગત ગીત અને ગૌરવ ગીત રજૂ કરાયું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી એમ.જી.મલેક શિક્ષક સંઘ પ્રમુખ શશીકાંતભાઈ પટેલ, શિક્ષક સંઘના પ્રમુખ હસમુખભાઈ, મહામંત્રી અર્જુનભાઈ, અગ્રણી જેઠાભાઈ વણકર, ઇનોવેટિવ શિક્ષકો, વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા. શાબ્દિક સ્વાગત ડાયટ DIC કોર્ડીનેટર પાંડવ અને આભાર વિધિ શિક્ષક સંઘન મહામંત્રી નિમેષભાઈ સેવક દ્વારા કરવામાં આવી હતી.