ગુજરાત

gujarat

ETV Bharat / state

બાલાસિનોર સ્વામિનારાયણ મંદિરમાં કષ્ટભંજનની મૂર્તિ પ્રસાદીરૂપ અર્પણ કરાઇ

મહિસાગર :બાલાસિનોરમાં આવેલ કાલુપુર સ્વામિનારાયણ મંદિર તાબાના સ્વામિનારાયણ મંદિરમાં આવેલ હનુમાન મંદિરનું હાલમાં જ પુનઃ નિર્માણ કરવામાં આવ્યું છે. આ હનુમાન મંદિરમાં જે મૂર્તિ છે એ ભગવાનની પ્રસાદી રૂપ છે તેવું સત્સંગીઓનું માનવું છે. સારંગપુર હનુમાન મંદિર જેવી જ હનુમાનની મૂર્તિ હોવાથી દર્શનાર્થીઓને સારંગપુર હનુમાનના દર્શન કર્યા હોય તેવું અનુભવ થાય છે.

બાલાસિનોર સ્વામિનારાયણ મંદિર

By

Published : Apr 20, 2019, 12:59 AM IST


હનુમાનજીના જન્મદિવસ નિમિત્તે હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવે છે. તેથી મંદિરમાં સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. સવારે 8 થી સાંજના 4 વાગ્યાં સુધી મારૂતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. તો આ સાથે જ હનુમાન મહારાજ સમક્ષ અન્નકુટ્ટ ધરાવવમાં આવ્યું હતું .

કેશવચરણદાસ સ્વામિ અને ઘનશ્યામ સ્વામિએ આ મંદિરમાં અર્પણ કરાયેલી હનુમાનજીની મુર્તિનો મહિમા સમજાવ્યો હતો.તો આ નિમિત્તે સાંજના સુંદર કાંડનો પાઠ રાખવામાં આવ્યો હતો. તો સાંજે મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. ભક્તોએ હનુમાનજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

ABOUT THE AUTHOR

...view details