ગુજરાત

gujarat

ETV Bharat / state

મહીસાગરમાં રાષ્ટ્રીય પોષણ પખવાડીયાની ઉજવણી પોષણને લગતી વિવિધ થીમ આધારિત કરાઇ

પ્રધાનમંત્રીના "સહી પોષણ દેશ રોશન"ના આહવાનને ચરિતાર્થ કરવા તથા સુપોષિત ગુજરાતના સંવેદનશીલ લક્ષ્યને હાંસલ કરવા નાશુભ આશય અંતર્ગત ભારત સરકારની સૂચના અનુસાર આ વર્ષે પણ 8મી માર્ચ-2020થી 22મી માર્ચ 2020 સુધી રાષ્ટ્રીય પોષણ પખવાડિયાની ઉજવણી સંલગ્ન વિભાગો સાથે રહીને કરવાની થાય છે. તે સંદર્ભે આ પખવાડિયામાં પોષણને લગતી બાબતોમાં પુરુષ ભાગીદારી વધારી અને જુદી જુદી થીમ ઉપર 8મી માર્ચ 2020ના રોજથી મહીસાગર જિલ્લામાં રાષ્ટ્રીય પોષણ પખવાડીયાની ઉજવણીનો શુભારંભ કરવામાં આવેલો છે.

મહીસાગરમાં રાષ્ટ્રીય પોષણ પખવાડીયાની ઉજવણી પોષણને લગતી વિવિધ થીમ આધારિત કરાઇ
મહીસાગરમાં રાષ્ટ્રીય પોષણ પખવાડીયાની ઉજવણી પોષણને લગતી વિવિધ થીમ આધારિત કરાઇ

By

Published : Mar 13, 2020, 4:44 AM IST

મહીસાગર : રાષ્ટ્રીય પોષણ પખવાડિયાના ઉજવણીના ભાગ રૂપે જિલ્લાના આઇ.સી.ડી.એસ.વિભાગ, આરોગ્ય વિભાગ ,સમાજ કલ્યાણ વિભાગ, જિલ્લા રોજગાર વિભાગ, શિક્ષણ વિભાગ અને સહકાર વિભાગના સંયુકત ઉપક્રમે તારીખ 8/3ને રવિવારના પ્રથમ દિવસે મહીસાગર જિલ્લામાં આવેલી દરેક ગ્રામ પંચાયતમાં ખાસ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને ઉપસ્થિત ગ્રામજનોને પોષણ શપથ લેવડાવામાં આવ્યા હતા. તારીખ 9/3ને સોમવારના દિવસે દરેક આંગણવાડી કેન્દ્રો અને શાળાઓમાં સ્વચ્છતાને લગતી કામગીરી કરવામાં આવી હતી. જેમાં બાળકોને હેન્ડવોશિંગની જાણકારી આપવામાં આવી હતી અને આ ઉપરાંત આંગણવાડી કાર્યકરો દ્વારા હોળીના ઉત્સવ દરમિયાન યોજાયેલા મેળામાં પોષણ અને સ્વચ્છતાને લગતી જાણકારી આપવામાં આવી હતી.

તારીખ 10/3ના રોજ બહોળી સંખ્યામાં યુવાનો સાથે મિટિંગ કરી પોષણ અંગે માહિતી આપી ત્યારબાદ પોષણ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ 11/3ના રોજ શાળા આધારિત પ્રવૃતિઓ કરવામાં આવી હતી તેમજ વિવિધ સેજામાં એનીમિયાના કેમ્પનું આયોજન કરી માહિતી સાથે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તથા સાઇકલ રેલી તેમજ પોષણ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ 12/3ના રોજ કિશોરીઓ માટે જાગૃતિ અભિયાન, પોષણ માટે સહકારી સંઘો, ફેડરેશન અને સ્વ સહાય જુથોના સભ્યો સાથે મિટીંગ અને ગૃહ મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. આમ, મહીસાગર જિલ્લામાં રાષ્ટ્રીય પોષણ પખવાડિયાની ઉજવણી જન આંદોલન થકી કરી જિલ્લાને સુપોષિત કરવા સઘન પ્રયાસો
આદર્યા છે.

ABOUT THE AUTHOR

...view details