લુણાવાડામાં વિશ્વ ડૉક્ટર ડે ની ઉજવણી સેવાભાવી સંસ્થા લાયન્સ કલબ ઓફ લુણાવાડા અને બીઈંગ હ્યુમન ગૃપ લુણાવાડા દ્વારા કરવામાં આવી હતી. જેમાં મહિસાગર સાયન્સ કોલેજના હોલમાં મહાનુભાવોની ઉપસ્થિતીમાં દીપ પ્રાગટ્ય કરી બ્લડ ડોનેશન કેમ્પની શરૂઆત કરવામાં આવી હતી.
મહિસાગરના લુણાવાડામાં વિશ્વ ડૉક્ટર ડે ની કરાઇ ઉજવણી - being human
મહિસાગરઃ જિલ્લાના લુણાવાડામાં વિશ્વ ડૉક્ટર ડે ની ઉજવણીના ઉપક્રમે લાયન્સ કલબ ઓફ લુણાવાડા મહિસાગર અને બીઈંગ હ્યુમન ગૃપ લુણાવાડા દ્વારા મહિસાગર સાયન્સ કોલેજના હોલમાં રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
Mahisagar
આ રક્તદાન શિબિરમાં બીઈંગ હ્યુમન ગૃપ લુણાવાડાના યુવાનોએ અને લાયન્સ ક્લબ લુણાવાડાના હોદેદારોએ જરૂરિયાતમંદ વ્યક્તિઓને રક્તનો લાભ મળે તે હેતુથી 75થી પણ વધારે યુનિટ જેટલું રક્ત એકઠું કર્યુ હતું.