ગુજરાત

gujarat

ETV Bharat / state

મહીસાગર જિલ્લામાં ઇયળનો આતંક, ખેડૂતોએ મકાઈના ઉભા પાકનો નાશ કર્યો - latestmahisagarnews

મહીસાગર : જિલ્લામાં મકાઈના ઉભા પાકમાં ઇયળનો ઉપદ્રવ વધતા ખેડૂતોની હાલત કફોડી થઈ છે. મકાઈના ઉભા પાકને નુકસાન થઈ રહ્યું હતું અને જેના કારણે ખેડૂતો ચિંતાતુર ખેડૂતોએ ઉભાપાકમાં ઇયળના કારણે થતા નુકશાન થી બચાવવા દવાનો પણ છંટકાવ કર્યો હતો. પરંતુ ઇયળના ઉપદ્રવમાં ઘટાડોન થતા છેવટે ખેડૂતોએ મકાઈના ઉભા પાકનો નાશ કરવાની ફરજ પડી હતી.

etv bharat mahisagar

By

Published : Nov 13, 2019, 3:12 AM IST

Updated : Nov 13, 2019, 5:23 AM IST

ખેડૂતો માટે આ વખતે કુદરતના કહેરના કારણે ખેતીમાં ખુબજ મોટું નુકસાન ભોગવાનો વારો આવ્યો છે. મહીસાગરજિલ્લામાં ચોમાસામાં જરુર કરતા વધારે વરસાદ ત્યારબાદ કમોસમી વરસાદ અને હવે મકાઈ ના ઉભા પાકમાં ચારટપકાં વાળી ઇયળનો ઉપદ્રવ વધતા ખેડૂતોની હાલત કફોડી થઈ છે. મહીસાગર જિલ્લામાં મકાઈના ઉભા પાકમાં ઇયળનો ઉપદ્રવ વધતા મકાઈના ઉભા પાકને નુકસાન થઈ રહ્યું હતું .અને જેના કારણે ખેડૂતો ચિંતાતુર બન્યા છે. અનેક ખેડૂતોએ મકાઈના ઉભા પાકમાં ઇયળનો ઉપદ્રવ વધતા મકાઈનો ઉભો પાક પર ટ્રેકટર ફેરવી ઉભા પાકને નષ્ટ કરવાનો વારો આવ્યો છે.

મહીસાગર જિલ્લામાં ઇયળનો ત્રાસ

મહીસાગર જિલ્લા ખેતીવાડી અધિકારીએ ખેડૂતો સાથે ખેતરમાં ખેડૂતોને દવાનો છટકાવ કરવા સલાહ સુચન આપ્યા હતા.

Last Updated : Nov 13, 2019, 5:23 AM IST

ABOUT THE AUTHOR

...view details