મહીસાગરઃ કોરોના વાઈરસની સામે મહીસાગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ અનેકવિધ પગલાં લેવામાં આવી રહ્યાં છે. મહીસાગર જિલ્લામાં કોરોના મહાસંકટ યથાવત રહેતા ભયનો માહોલ સર્જાયો છે. દિવસેને દિવસે કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાં ફફડાટ વ્યાપ્યો છે. સતત બે દિવસથી જિલ્લાના લુણાવાડા, બાલાસિનોર અને સંતરામપુરમાં કોરોનાના નવા કેસ સામે આવ્યા છે. જેથી જિલ્લા વહીવટતંત્ર આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. 2 દિવસમાં જિલ્લામાં 10 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા કુલ સંખ્યા 176 થવા પામી છે.
મહીસાગરમાં કોવિડ-19ના કેસ વધતાં જિલ્લાવાસીઓમાં ફફડાટ
કોરોના વાઈરસ સામેની લડતમાં મહીસાગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ અનેકવિધ પગલાં લેવામાં આવી રહ્યાં છે. મહીસાગર જિલ્લામાં કોરોના મહાસંકટ યથાવત રહેતા ભયનો માહોલ સર્જાયો છે. દિવસેને દિવસે કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાં ફફડાટ વ્યાપ્યો છે.
મહીસાગર જિલ્લામાં કોરોના કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જિલ્લામાં 2 દિવસમાં 10 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જિલ્લાના લુણાવાડામાં-4, બાલાસિનોરમાં-5 અને સંતરામપુરમાં-1વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આમ જિલ્લામાં 8 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લાવાસીઓમાં ફફડાટ વ્યાપ્યો છે. અત્યાર સુધી કુલ આંક 176 પર પહોંચ્યો છે. મહીસાગર જિલ્લા કલેકટરે કોરોના પોઝિટિવ કેસ આવેલા વિસ્તારમાં કન્ટેન્મેન્ટ એરિયામાં મુલાકાત લીધી હતી અને આરોગ્ય વિભાગને જરુરી સૂચનો આપ્યા હતા.
મુખ્ય જિલ્લા અધિકારીએ જણાવ્યા મુજબ જિલ્લામાં અત્યાર સુધી 135 દર્દીઓ સાજા થતાં રજા આપવામાં આવી છે. કોરોનાના કુલ 5213 રિપોર્ટ નેગેટીવ આવ્યા છે. તેમજ જિલ્લાના 147 વ્યક્તિઓને હોમ કોરોન્ટાઈન હેઠળ રાખવામાં આવ્યા છે. તો જિલ્લામાં કોરોના સંક્રમણના કારણે 02 વ્યક્તિના મૃત્યુ થયાં છે. જ્યારે અન્ય કારણથી 7 દર્દીના મૃત્યુ થતાં જીલ્લામાં કુલ મૃત્યુ આંક 9 થયો છે.
જિલ્લામાં કોરોના પોઝિટિવને કારણે 22 દર્દી કોવિડ હોસ્પિટલ બાલાસિનોર, 01 દર્દી ટ્રી-કલર હોસ્પિટલ વડોદરા, 2 દર્દી કરમસદ મેડિકલ કોલેજ- આણંદ, 3 હોમ આઈસોલેશન, 2 દર્દી બેંકર્સ હોસ્પિટલ-વડોદરા, 1 દર્દી ગોત્રી મેડીકલ કોલેજ- વડોદરા અને 01 દર્દી સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે સારવાર હેઠળ છે. કોરોના પોઝિટિવ આવેલા 32 દર્દીઓ સામાન્ય હાલતમાં છે.