ગુજરાત

gujarat

ETV Bharat / state

દેશના હેરિટેજ પ્લેસ અને મોટર ટુરિઝમને પ્રમોટ કરવા કાર રેલી યોજાઈ - મહીસાગર ન્યૂઝ

મહીસાગર જિલ્લાના સંતરામપુર ખાતે આવેલા રાજાનાં મહેલમાં રાજા મહારાજાઓની વિંટેજ કારનો શનિવારે જમાવડો જોવા મળ્યો હતો. ઇન્ટરનેશનલ ટ્યુરિઝમને પ્રોત્સાહન આપવા વિન્ટેજ કારોનો કાફલો સંતરામપુર ખાતે આવેલા રાજાનાં મહેલમાં શનિવારે પહોચ્યો હતો.

mahisagar
mahisagar

By

Published : Mar 8, 2020, 10:15 AM IST

લુણાવાડાઃ દિલ્હીથી નીકળેલી આ કારોનો કાફલો દેશના વિવિધ શહેરોમાં થઈ અને ગુજરાતના બરોડા મહેલ થઈ શનિવારે મહીસાગર જિલ્લાના સંતરામપુર રાજાના મહેલમાં આવી પહોંચ્યો હતો. સંતરામપુરના રાજા પરનજ્યાદિય સિંહજીના લેક પેલેસ પર રોકાણ કર્યું હતું. મિનિસ્ટર ટુરિઝમ ઓફ ઈન્ડિયા દ્વારા ભારત સરકાર દેશના હેરિટેજ પ્લેસ અને મોટરટુરિઝમ પ્રોપર્ટીને પ્રમોટ કરવા ઇન ક્રિડેબલ ઈન્ડિયા રેલી દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.

દેશના હેરિટેજ પ્લેસ અને મોટર ટુરિઝમ પ્રોપર્ટીને પ્રમોટ કરવા ઇન ક્રિડેબલ ઈન્ડિયા કાર રેલી

વિદેશથી કાર ચલાવી આવેલા લોકો અહીંની સંસ્કૃતિને નિહાળે છે. આ કારોમાં ભાવનગરના રાજા, તેમજ અન્ય રાજાઓની કારો પણ સામેલ હતી. આ કારોમાં રોલ્સ રોયલ, એમ.જી, ચેવલેટ, જેગુઆર વગેરે બ્રાન્ડની કારો સામેલ હતી. ભારતના રાજા-મહારાજાઓના રજવાડા સમયની હેરિટેજ કારો પૈકીની વર્ષ 1937ની રોલ્સ રોય કાર રાજસ્થાનના કોટાના મહારાજા માટે બની હતી. તે વિન્ટેજ કાર હાલના ડેવિડ કોઈન પાસે છે. તે કાર કેનેડાનું કપલ ચલાવીને મોટર ટુરિઝમને પ્રમોટ કરવા માટે સંતરામપુરના રાજા પરનજ્યાદિય સિંહજીના લેક પેલેસ ખાતે પહોંચી હતી.

આ સાથે તેઓની સાથે રોલ્સ રોયલની 1939 મોડેલની રાજસ્થાનના શાહપુર રજવાડાની વિન્ટેજ કાર તથા ગુજરાતના ભાવનગર રજવાડાની એન.જી. હેરિટેજ કારનો કાફલો વડોદરાના લક્ષ્મી વિલાસ પેલેસથી સવારે નીકળી બપોરના રોકાણ માટે સંતરામપુર ખાતે આવી સાંજે રાજસ્થાન ડુંગરપુર ખાતે વિન્ટેજ કારનો કાફલો પહોંચશે.

ABOUT THE AUTHOR

...view details