ગુજરાત

gujarat

ETV Bharat / state

bus accident : લુણાવાડા પાસે રાત્રે કેનાલમાં બસ ખાબકી, બસ ચાલકને થઈ ઇજા - મહીસાગર પાસે રાત્રે કેનાલમાં બસ ખાબકી

મહીસાગરમાં થાણા સાવલી ગામ પાસે રાત્રી દરમિયાન એસટી બસ કેનાલમાં પડી હતી. પાનમની મુખ્ય કેનાલ પર કેનાલનું સમાર કામ ચાલી રહ્યું હતું. રાત્રીના સમયે ત્યાંથી બસ પસાર થતાં ડ્રાઈવરને ડાઇવરઝન ન દેખાતા બસ કેનાલમાં ખાબકી હતી. બસ ખાડામાં ખાબકતાં બસ ચાલકને ઇજા પહોંચી હતી. જોકે સદનસીબે બસમાં કોઈ પેસેંજર ન હોવાને કારણે જાનહાનિ થઈ નહોતી.

bus accident : લુણાવાડા પાસે રાત્રે કેનાલમાં બસ ખાબકી, બસ ચાલકને થઈ ઇજા
bus accident : લુણાવાડા પાસે રાત્રે કેનાલમાં બસ ખાબકી, બસ ચાલકને થઈ ઇજા

By

Published : Mar 5, 2023, 4:07 PM IST

bus accident : લુણાવાડા પાસે રાત્રે કેનાલમાં બસ ખાબકી, બસ ચાલકને થઈ ઇજા

મહિસાગર : જિલ્લાના લુણાવાડા તાલુકાના થાણા સાવલી ગામ પાસે રાત્રી દરમિયાન કેનાલમાં બસ પડી હતી. કેનાલનું સમાર કામ ચાલી રહ્યું હતું તે સમયે પાનમ નહેરના ખાડામાં બસ ખાબકતાં બસ ચાલકને બંને હાથે ઇજા પહોંચી હતી. આ બાબતે સ્થાનિકો દ્વારા રોડને લઈ કેટલાય સમયથી રજૂઆત કરવા છતાં પણ બહેરુ તંત્ર જાગતું ન હતું.

લુણાવાડા પાસે રાત્રે કેનાલમાં બસ ખાબકી

ઘટનામાં કોઈ જાન હાની થઈ નથી : જેથી કેનાલમાંં પાણી લીકેજ થવાની સમસ્યાને લઇ તેનું સમારકામ ચાલતું હતું તથા ત્યાં ડાઇવરઝનનું બોર્ડ પણ ન હતું. ત્યારે કેનાલની આસપાસ ખોદેલા કેનાલમાં બસ પડી જતાં અકસ્માત સર્જાયો હતો. ગાંધીનગર ડેપોની આ બસ હોળીના હિસાબે પ્રવાસીઓને માંદરે વતન છોડવા માટે આવી હતી, ત્યારે પાછા જતી વખતે આ ઘટના બની હતી. જોકે સદનસીબે બસ ખાલી હોવાના કારણે આ ઘટનામાં કોઈ જાન હાની થઈ નથી.

લુણાવાડા પાસે રાત્રે કેનાલમાં બસ ખાબકી

આ પણ વાંચો :Bhavnagar Rainfall: ફાગણ મહિનામાં ફોરા પડ્યા, ડુંગળીના પાક પર પાણી ફર્યું

લુણાવાડા પાસે રાત્રે કેનાલમાં બસ પડી :બસ ચાલકને ઇજા લુણાવાડા વિરણીયા ચોકડીથી આગરવાડા બ્રિજ, દેવ બાલાસિનોરને જોડતો રસ્તો ગામ વાડીનાથ થાણા સાવલી નજીક હાઇવે પસાર થાય છે. ત્યાં પાનમ કેનાલ પસાર થાય છે. જે કેનાલમાં છેલ્લા છ મહિના પહેલા ટર્નલ એટલે કે નાડાનું કામ કરેલ હતું. કેનાલમાંં પાણી લીકેજ થવાથી ત્યાં આગળ રોડ ઉપર મોટા ખાડા પડી ગયેલા હતા. વારંવાર ટીવી અને મીડિયા માધ્યમથી પાનમ સિંચાઈ અને PWD ને રજૂઆત કરવામાં આવી હતી. એના ભાગરૂપે પાનમ કેનાલનું નાળું બનાવવા માટે ખોદકામ કરેલ હતું. ત્યારે ગઈ સાંજે ગાંધીનગરથી પેસેન્જર ઉતારવા માટે આવેલી બસ લુણાવાડા ઉતારી રિટર્ન ડ્રાઇવર અને કંડકટર આ રોડ ઉપર થઈને પસાર થતી હતી. ત્યારે ખોદકામ કરેલ જગ્યા આગળ પાછળના ભાગમાં નીતિ નિયમ પ્રમાણે અમુક અમુક અંતર સુધીમાં કામ ચાલુ હતું. તેમજ સ્પીડ બ્રેકર રસ્તા ઉપર જોવા ન મળતા અને ડ્રાઇવર અજાણ્યો હોવાના કારણે ગાડી કંટ્રોલ કરી શક્યો નહીં અને કેનાલમાં બસ ગરકાવ થઈ હતી.

લુણાવાડા પાસે રાત્રે કેનાલમાં બસ ખાબકી

આ પણ વાંચો :Navsari video viral: નવસારીના યુવાનનો 11સેકંડમાં નારિયળના છોલતો વિડિયો વાયરલ

ABOUT THE AUTHOR

...view details