મહિસાગર : બાલાસિનોરમાં લોકડાઉનના પગલે નગરજનો ગંભીરતા ન લેતા પોલીસ એક્શનમાં આવી છે. જેમાં બાલાસિનોર પોલીસ ડ્રોન કેમેરાથી બાઝ નજર રાખશે.
બાલાસિનોરમાં જાહેરનામાનો ભંગ, પોલીસે ડ્રોન કેમેરાથી સર્વેલન્સ કર્યું શરૂ - Given by Shivanand
રાજ્યના શહેરોમાં ડ્રોનનો ઉપયોગ કરવાની સૂચના રાજ્યના ડીજીપી શિવાનંદ દ્વારા આપવામાં આવી છે. બાલાસિનોર પોલીસ દ્વારા કેટલાક વિસ્તારોમાં ડ્રોન કેમેરા ઓપરેટ કરી 144 કલમ જાહેરનામાનો ભંગ કરનાર સામે કાર્યવાહી કરવાનું શરૂ કર્યું છે.
હાલની ગંભીરતાને લોકો ન સમજતા બાલાસિનોર નગરમાં કેટલાક યુવા વાહન ચાલકો કામ સિવાય લટાર મારવા નીકળી પડે છે. તેમજ શેરી મહોલ્લાઓમાં ગેમ્સ રમવા લોકોના ટોળા ભેગા થાય છે. જેથી આવા તત્વોને
પોલીસ દ્વારા શોધી તેમની સામે કાર્યવાહી કરવા ડ્રોન કેમેરાની મદદથી સર્વેલન્સ કરી કાર્યવાહી કરાશે.
બાલાસિનોરમાં લોકડાઉનના પગલે નગરજનો ગંભીરતા ન લેતા પોલીસ એક્શનમાં આવી છે. જેમાં બાલાસિનોર પોલીસ ડ્રોન કેમેરાથી બાઝ નજર રાખશે. તેમાં કોઈ પણ વ્યક્તિ કામ વગર ફરતા દેખાયાં તો વાહનો ડિટેઇન કરી ગુનો નોધવામાં આવશે.