લુણાવાડા: કોરોના વાઇરસની વૈશ્વિક મહામારી વચ્ચે પણ જિલ્લાની એનેમિક સગર્ભા મહિલાઓને તેમજ થેલેસેમિયાના દર્દીઓને નિ:શુલ્ક ધોરણે રક્ત મળી રહે અને રક્તના અભાવે નિરોગી થવામાં અવરોધ ઉભો ન થાય તે માટે મલેકપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગોધરા-પંચમહાલના સહયોગથી શામણા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
લુણાવાડાના શામણા ખાતે રક્તદાન કેમ્પ યોજાયો, 52 યૂનિટ બ્લડ એકત્ર થયું - મહીસાગર ન્યૂઝ
મહીસાગર જિલ્લાની એનેમિક સગર્ભા મહિલાઓને તેમજ થેલેસેમિયાના દર્દીઓને નિ:શુલ્ક ધોરણે રક્ત મળી રહે અને રક્તના અભાવે નિરોગી થવામાં અવરોધ ઉભો ન થાય તે માટે મલેકપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગોધરા-પંચમહાલના સહયોગથી શામણા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
જિલ્લા કલેકટર આર.બી.બારડ અને જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીના માર્ગદર્શન હેઠળ આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા આરોગ્ય અધિકારીની રાહબરીમાં મલેકપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, રેડ ક્રોસ સોસાયટી ગોધરાના ડોક્ટર ચૌહાણ તેમજ આરોગ્ય ટીમ દ્વારા યોજવામાં આવેલા રક્તદાન કેમ્પમાં 52 જેટલા રકતદાતાઓએ પોતાના રક્તનું દાન કરીને કોરોના સામેની લડતમાં અનેરું યોગદાન આપી સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવ્યું હતું.
રક્તદાન એ શ્રેષ્ઠ મહાદાન છે. જે કોરોનાના દર્દી, એનેમિક સગર્ભા બહેનો અને થેલેસેમિયાના દર્દીઓને પણ જરૂર પડે તો આ સંગ્રહ કરેલા રક્તનો પ્રવાહ પહોંચાડી શકાય તે માટે આ મહામારીના સમય વચ્ચે રક્તદાન કેમ્પ લોક ઉપયોગી બની રહેશે.