મહિસાગરઃ જિલ્લાના કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય અધિકારીની રાહબરીમાં વિરપુર તાલુકા હેલ્થ કચેરીના પ્રાથમિક આરોગ્યા કેન્દ્ર બાર ખાતે ડૉ. મેહુલ અને તેમની ટીમ તેમજ રેડક્રોસ સોસાયટીની ટીમ દ્વારા 1 સપ્ટેમ્બરે રક્તદાન કેમ્પ યોજાયો હતો. આ રક્તદાન કેમ્પમાં 47 રકતદાતાઓએ રક્તદાન કરીને કોરોના સામેની લડતમાં પોતાનું યોગદાન આપી ઉત્તમ ઉદાહરણ પૂરૂં પાડી અન્યોને પ્રેરણા પૂરી પાડી હતી.
મહિસાગરના વિરપુરમાં રક્તદાન કેમ્પનું આયોજન કરાયું - Mahisagar District
લુણાવાડામાં કોરોનાની મહામારી વચ્ચે પણ જિલ્લાની એનેમીક સગર્ભા મહિલાઓને તેમજ થેલેસેમિયાના દર્દીઓ સાથે કોરોનાના દર્દીઓને નિ:શુલ્ક ધોરણે અવિરતપણે રક્ત મળી રહે અને રક્તના અભાવે નિરોગી થવામાં અવરોધ ઉભો ન થાય તે માટે જિલ્લાન આરોગ્ય તંત્ર દ્વારા જિલ્લામાં અવાર-નવાર રકતદાન શિબિરોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
રક્તદાન કેમ્પનું આયોજન
આ રક્તદાન કેમ્પમાં 47 યુનિટ બ્લડ કલેક્શન કરવામાં આવ્યું હતું. રક્તદાનએ શ્રેષ્ઠ મહાદાન છે જે કોરોનાના દર્દી, એનેમિક સગર્ભા બહેનો અને થેલેસેમિયાના દર્દીઓને પણ જરૂર પડે તો આ સંગ્રહ કરેલા રક્તનો પ્રવાહ પહોંચાડી શકાય તે માટે કોરોના મહામારીના સમય વચ્ચે પણ આ રક્તદાન કેમ્પ જન ઉપયોગી બની રહ્યો હતો.