ગુજરાત

gujarat

ETV Bharat / state

લુણાવાડા ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની સભા યોજાઈ - BJP state president CR Patil

મહીસાગરમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીના પ્રચાર અર્થે ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર.પાટીલ મહિસાગર જિલ્લાના પ્રવાસે આવતા આકલાવ રોડના હેલીપેડ ખાતે ઉતરાણ કર્યું હતું. જિલ્લા ભાજપ સંગઠન અને સાંસદ સભ્ય, ધારાસભ્યોએ તેમનું સ્વાગત કર્યું હતું.

લુણાવાડા ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની સભા યોજાઈ
લુણાવાડા ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની સભા યોજાઈ

By

Published : Feb 24, 2021, 4:44 PM IST

  • સી.આર.પાટીલ મહિસાગરમાં ચુંટણી પ્રવાસે
  • ભાજપ સંગઠન અને સાંસદ સભ્ય, ધારાસભ્યોએ તેમનું સ્વાગત કર્યું
  • લુણાવાડા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ઉપર બાઈક રેલીનું આગમન

મહીસાગરઃ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીના પ્રચાર અર્થે ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર.પાટીલ મહિસાગર જિલ્લાના પ્રવાસે આવ્યા હતા. જિલ્લાના લુણાવાડા મોટા સોનેલા ક્રિસ્ટલ સ્કૂલ ખાતેથી વિશાળ બાઈક રેલી સાથે ભાજપ યુવા મોરચાના કાર્યકરોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. લુણાવાડા શહેરના માર્ગ ઉપર ઠેરઠેર વિવિધ સમાજે પુષ્પોથી વધામણી કરી તે પછી લુણાવાડા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ઉપર બાઈક રેલીનું આગમન થયું હતું.

સી આર પાટીલની રેલી
કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કર્યા

આ ઉપરાંત સભાસ્થળ પર ભાજપ સંગઠન અને સાંસદ સભ્ય, ધારાસભ્યો તેમજ અગ્રણીઓએ તેમનું સ્વાગત કર્યું હતું. સભામાં પાટીલે કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કર્યા હતા અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભવ્ય જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામો અંગે જણાવ્યું હતું કે, પરિણામોમાં કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે અને ભાજપના કાર્યકરો પાસે કરેલા વિકાસકામોનું ભાથું છે.

લુણાવાડા ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની સભા યોજાઈ

ABOUT THE AUTHOR

...view details