ગુજરાત

gujarat

ETV Bharat / state

લુણાવાડામાં ચૂંટણીમાં મતદાન જાગૃતિ માટે શિક્ષકો દ્વારા બાઇક રેલી યોજાઈ

સમગ્ર ગુજરાતમાં 28 ફેબ્રુઆરીના રોજ સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજવાની છે. ત્યારે મહીસાગર જિલ્લામાં પણ જિલ્લા પંચાયત અને જિલ્લામાં સમાવિષ્ટ 6 તાલુકા પંચાયતની ચૂંટણી યોજાવાની છે. જે અંતર્ગત મતદારોમાં મતદાન માટે જાગૃતિ આવે તે હેતુથી જિલ્લાના શિક્ષકો દ્વારા શુક્રવારે બાઇક રેલી યોજવામાં આવી હતી.

લુણાવાડામાં ચૂંટણીમાં મતદાન જાગૃતિ માટે શિક્ષકો દ્વારા બાઇક રેલી યોજાઈ
લુણાવાડામાં ચૂંટણીમાં મતદાન જાગૃતિ માટે શિક્ષકો દ્વારા બાઇક રેલી યોજાઈ

By

Published : Feb 14, 2021, 1:19 PM IST

  • મતદાન જાગૃતિ માટેની પ્લે કાર્ડ સાથેની શિક્ષકોની બાઇક રેલી યોજાઈ
  • જિલ્લા કલેકટર આર.બી.બારડ દ્વારા લીલી ઝંડી બતાવી પ્રસ્થાન
  • રેલીમાં મોટી સંખ્યામાં શિક્ષકો તેમજ પોલીસ અધિકારી હાજર

લુણાવાડા: આગામી 28 ફેબ્રુઆરીમાં મહીસાગર જિલ્લા પંચાયતની 28 બેઠકો અને જિલ્લામાં સમાવિષ્ટ 6 તાલુકા પંચાયતની 126 બેઠકો માટે ચૂંટણી યોજવાની છે અને આ ચૂંટણીમાં સારું મતદાન થાય અને મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે જે માટે મતદારોમાં જાગૃતિ આવે તે હેતુથી મહીસાગર જિલ્લાના કલેક્ટર કચેરી કમ્પાઉન્ડમાંથી શિક્ષકો દ્વારા બાઇક રેલી યોજવામાં આવી હતી.

લુણાવાડામાં ચૂંટણીમાં મતદાન જાગૃતિ માટે શિક્ષકો દ્વારા બાઇક રેલી યોજાઈ
રેલીમાં મોટી સંખ્યામાં શિક્ષકો તેમજ જિલ્લા શિક્ષણ અધિકારી તેમજ પોલીસ કર્મીઓ જોડાયાબાઇક રેલીને જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર આર.બી.બારડ દ્વારા લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. મતદાન જાગૃતિ માટેની પ્લે કાર્ડ સાથેની શિક્ષકોની બાઇક રેલી લુણાવાડા કલેક્ટર કચેરી કમ્પાઉન્ડમાંથી શરૂ થઈને જિલ્લાનાં વડામથક લુણાવાડાનાં મુખ્ય માર્ગ પરથી પસાર થઈ હતી. આ બાઇક રેલીમાં મોટી સંખ્યામાં શિક્ષકો તેમજ જિલ્લા શિક્ષણ અધિકારી પી.એન. મોદી તેમજ પોલીસ અધિકારી હાજર રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details