મહીસાગરઃ રાજ્ય સરકારના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના ઉપક્રમે સમગ્ર રાજ્યમાં કલા મહાકુંભનું આયોજન કરવામાં આવે છે અને જે અંતર્ગત મહિસાગર જિલ્લા રમત-ગમત કચેરી દ્વારા પણ મહીસાગર જિલ્લાનો જિલ્લા કક્ષાના કલા મહાકુંભ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતુ.
લુણાવાડા ખાતે જિલ્લા કક્ષાનો કલા મહાકુંભનો પ્રારંભ - મહીસાગર સમાચાર
રાજ્ય સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના ઉપક્રમે અને મહીસાગર જિલ્લા રમતગમત કચેરી દ્વારા કલા મહાકુંભ સ્પર્ધાનો પ્રારંભ કરાયો હતો. લુણાવાડા નગરપાલિકા કોમ્યુનીટી હોલ ખાતે લુણાવાડાના ધારાસભ્ય જીગ્નેશભાઈ સેવક તેમજ મહીસાગર જિલ્લા ઇન્ચાર્જ કલેકટર નેહા કુમારીની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યો હતો.
લુણાવાડા ખાતે જિલ્લા કક્ષાનો કલા મહાકુંભનો પ્રારંભ
સ્પર્ધામાં મહીસાગર જિલ્લાની 23 જેટલી કૃતિઓ અને વિવિધ વયજૂથમાં 360થી વધુ વિદ્યાર્થીઓએ વિવિધ કલાઓ વકતૃત્વ, નિબંધ, ચિત્રકામ, ગરબા, લોકગીત, ભજન, ભરત નાટ્યમ, તબલાં, હાર્મોનિયમ, એકપત્રીય અભિનય, લોકનૃત્ય, સમુહગીત વગેરેમાં તેમની પ્રતિભાને પ્રદર્શિત કરતી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી.