- કોરોના સંક્રમણ વધતાં વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ સતર્ક બન્યું
- જિલ્લા કલેક્ટરે બહાર પાડ્યું જાહેરનામું
- ડાયનાસોર ફોસીલ પાર્ક અને મ્યુઝિયમને તંત્ર દ્વારા 18 દિવસ સુધી બંધ રાખવા નિર્ણય
મહિસાગર: બાલાસિનોર તાલુકામાં દિનપ્રતિદિન કોરોના વાઇરસના કેસોમાં વધારો થઈ રહ્યો છે. કોરોના સંક્રમણ વધતાં જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી કોરોના વાઇરસનો ફેલાવો અટકાવવા તેમજ વધું માણસો ભેગા ન થાય તે હેતુથી બાલાસિનોર તાલુકામાં આવેલા ડાયનાસોર ફોસીલ પાર્ક અને મ્યુઝિયમને ડાયનાસોર ફોસીલ પાર્ક વિકાસ સોસાયટી અને બાલાસિનોર મામલતદાર દ્વારા 18 દિવસ માટે બંધ રાખવામાં આવ્યુ છે.