મહીસાગર: બાલાસિનોર નગર તેમજ આસપાસના વિસ્તારમાં છેલ્લા એક અઠવાડિયાથી વધી રહેલા કોરોના પોઝિટિવ કેસથી ચિંતિત બાલાસિનોરના વિવિધ વેપારી, એસોસિએશન અને અગ્રણીઓની મામલતદાર વી.વી.વાળાની કચેરી ખાતે મિટિંગ મળી હતી.
બાલાસિનોરમાં કોરોના સંક્રમણ વધતા વેપારી મંડળો દ્વારા 3 દિવસ જનતા કર્ફ્યૂનો નિર્ણય લેવાયો - Corona virus patients of mahisagar district
મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાં વધતા જતા કોરોના કેસને ધ્યાનમાં લઇને બાલાસિનોરના વેપારી એસોસિએશન દ્વારા 18થી 20 જુલાઇ દરમિયાન સ્વૈછિક જનતા કર્ફ્યૂ રાખવા નક્કી કરવામાં આવ્યું છે.
બાલાસિનોરમાં કોરોના સંક્રમણ વધતા વેપારી મંડળો દ્વારા 3 દિવસ જનતા કરફ્યુનો નિર્ણય લેવાયો
જેમાં નગરના વિવિધ વેપારી એસોસિએશને વધતી જતી કોરોના કેસની સંખ્યાને ધ્યાનમાં રાખીને 18 જુલાઈથી 20 જુલાઈ સુધીના ત્રણ દિવસ માટે બાલાસિનોરમાં જનતા કર્ફ્યૂ રાખવા પ્રાંત અધિકારીને ઉદ્દેશી આવેદન આપ્યું છે.
નગરપાલિકા ચીફ ઓફિસર ભદ્રેશ પટેલ, પી.આઈ. એમ.બી.મછાર, તેમજ વેપારીઓ, અગ્રણીઓએ નગરજનોના હિતમાં જનતા કરફ્યુ સફળ બનાવવા નગરજનોને પણ આ જનતા કર્ફ્યૂમાં સાથ-સહકાર આપી સફળ બનાવવા વિનંતી કરી હતી.