ગુજરાત

gujarat

ETV Bharat / state

બાલાસિનોર પોલીસ સ્ટેશન દેશમાં નંબર-2 પર, સિદ્ધિને બિરદાવવા યોજાઇ રેલી અને શુભેચ્છા કાર્યક્રમ

લુણાવાડા: દેશવ્યાપી સર્વેમાં ક્રાઇમ પ્રિવેન્શન-ડીટેકશન અને નાગરિક સેવામાં મહીસાગર જિલ્લાનું બાલાસિનોર પોલીસ સ્ટેશન દેશમાં બીજા ક્રમે આવતા પુણે ખાતે 6 ડિસેમ્બરના રોજ યોજાયેલી ડી.જી., ડી.આઇ.જી. કોન્ફરન્સમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમીત શાહના હસ્તે બાલાસિનોર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ PSI પી.જે.પંડ્યાએ ટ્રોફી મેળવી હતી. જેના સન્માનમાં મહીસાગર જિલ્લાના વડામથક લુણાવાડા ખાતે વિશાળ અભિનંદન રેલી કાઢી ઉજવણી કરવામાં આવી હતી.

Balasinor Police Station came in at number 2 across the country
બાલાસિનોર પોલીસ સ્ટેશન આવ્યું સમગ્ર દેશમાં નંબર 2 પર

By

Published : Dec 8, 2019, 8:23 AM IST

Updated : Dec 8, 2019, 9:32 AM IST

ગુજરાત આજે સમગ્ર દેશમાં રોલ મોડલ પુરવાર થઇ રહ્યુ છે. ત્યારે રાજ્યનાં ગૃહ વિભાગે પણ કાયદો વ્યવસ્થા તથા નાગરિક સેવામાં શ્રેષ્ઠ વ્યવસ્થાપન થકી ગુજરાતને રાષ્ટ્રીય સ્તરે પ્રસ્થાપિત કર્યુ છે. મહીસાગર જિલ્લાનું બાલાસિનોર પોલીસ સ્ટેશન સમગ્ર દેશમાં બીજા ક્રમે આવ્યું છે, જે ગુજરાત માટે ગૌરવની વાત કહેવાય. ક્રાઇમ પ્રિવેન્શન ડિટેક્શન અને નાગરિકોની સેવા સહિતના વિવિધ વિષયો પર થયેલા દેશવ્યાપી સર્વેના આધારે મહીસાગર જિલ્લાના બાલાસિનોર પોલીસ સ્ટેશનની પસંદગી કરવામાં આવી છે.

બાલાસિનોર પોલીસ સ્ટેશન આવ્યું સમગ્ર દેશમાં નંબર 2 પર

6 ડિસેમ્બરના રોજ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સ એજ્યુકેશન એન્ડ રિસર્ચ, પુણે ખાતે યોજાયેલ ડી.જી., ડી.આઇ.જી. કોન્ફરન્સમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ PSI પી.જે.પંડ્યાએ બાલાસીનોર પોલીસ સ્ટેશનને એનાયત થયેલ ટ્રોફી સ્વીકારી હતી. આ ગૌરવરૂપ સન્માનને મહીસાગર જિલ્લા સહિત સમગ્ર રાજ્યએ વધાવીને શુભેચ્છાઓ પાઠવી હતી. જેથી જિલ્લા મથક લુણાવાડા ખાતે મહીસાગર જિલ્લા પોલીસ વડા ઉષા રાડા દ્વારા આ સિદ્ધિને બિરદાવવા શુભેચ્છા કાર્યક્રમ યોજાવામાં આવ્યો હતો.

શુભેચ્છા કાર્યક્રમ યોજાયો

BSNL ઓફીસથી આ ટ્રોફી સાથે પોલીસ વડા ઉષા રાડાની અધ્યક્ષતામાં ભવ્ય રેલી યોજાઇ હતી અને જે શહેરના મુખ્ય માર્ગ પરથી પસાર થઈ હતી. રેલીનું સમાપન પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર થયું હતું. આ રેલીમાં મહીસાગર જિલ્લાના પોલીસ કર્મીઓ જોડાયા હતા. પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર ઉપસ્થિત પોલીસ કર્મીઓએ DJના તાલ સાથે ગરબા રમી ખુશી વ્યક્ત કરી હતી.

ભારતના ગૃહ મંત્રાલય દેશના ટોપ 10 પોલીસ સ્ટેશનોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં મહીસાગર જિલ્લાનું બાલાસિનોર પોલીસ સ્ટેશન બીજા ક્રમે રહ્યું છે. જ્યારે પ્રથમ ક્રમે અંદામાન નિકોબાર દ્વીપસમૂહ છે. દરેક રાજ્યમાં કુલ 15,579 પોલીસ સ્ટેશનની ચૂંટણી કરવામાં આવી હતી. જેમાં, પોલીસ સ્ટેશન અંગેના અભિપ્રાયો લોકો પાસેથી લેવામાં આવ્યા હતા. પહેલા તબક્કામાં દરેક રાજ્યમાંથી ત્રણ પોલીસ સ્ટેશનની પસંદગી કરવામાં આવી હતી અને ત્યારાબાદ બાલાસિનોર પોલીસ સ્ટેશનની બીજા નંબરે પસંદગી કરવામાં આવી હતી.

બાલાસિનોર પોલીસ સ્ટેશનના કર્મીઓ દ્વારા વિનમ્રતાથી નાગરીકોને સમજ, પોલીસ સ્ટેશન દ્વારા લેવાયેલા અરપાધોના તપાસની કાર્યપદ્ધતિ, ટેકનોલોજીનો ઉપયોગ, પોલીસકર્મીઓમાં કાયદાની સમજ અને નમ્રતા ભર્યો વ્યવહાર, પોલીસ સ્ટેશનની જાળવણી, કર્મચારીઓની ફિટનેસ, જરૂર પડે ત્યાં વ્યક્તિગત વાટાઘાટો દ્વારા પીડિતોની સમસ્યાનું નિરાકરણ કરવાની પદ્ધતિ, પોલીસ કર્મીઓની દિવ્યાંગો, મહિલાઓ અને સિનિયર સિટીઝન માટે અલાયદી વ્યવસ્થા, યોગાભ્યાસ સુસંસ્કૃત પોલીસ સંસ્કૃતિ, તથા મહિલાઓને સન્માનથી કાયદાકીય રક્ષણ-માર્ગદર્શન પુરૂં પાડવાની કામગીરી સહિતના માપદંડો પુર્તતાના કારણે આ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. જે મહીસાગર જિલ્લા સહિત સમગ્ર ગુજરાત રાજ્ય માટે ગૌરવની વાત કહેવાય.

Last Updated : Dec 8, 2019, 9:32 AM IST

ABOUT THE AUTHOR

...view details