મહીસાગર જીલ્લા પોલીસ અધિક્ષક ઉષા રાડાએ ગેરકાયદેસર કતલખાને લઇ જતા પશુઓની હેરાફેરી અટકાવવા સૂચના કરી હતી. બાલાસિનોર ઇન્સાર્જ PSI પી.જે.પંડયા અને પોલીસ બાલાસીનોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીગમાં હતાં તે દરમિયાન ગ્રીનવર્ડ હોટલ નજીક બાતમી મળી કે એક પીકઅપ ડાલામાં ભેંસો ભરીને બાલાસીનોર થી અમદાવાદ તરફ કતલ ખાને લઇ જાય છે. ગ્રીનવર્ડ હોટલ પાસે વોચમાં ઉભા રહી બાલાસીનોર તરફથી એક પીકઅપ આવતાં તેની અટકાયત કરી તપાસ કરી હતી.
બાલાસિનોર પોલીસે કતલખાને લઈ જતા પાંચ પશુઓ સાથે 2આરોપીની ધરપકડ કરી
બાલાસિનોરઃ મહીસાગર પોલીસે મળેલી બાતમીના આધારે વોચ ગોઠવી ગેરકાયદેસર કતલખાને લઇ જતા પશુઓની હેરાફેરી અટકાવી હતી. પોલીસે પાંચ પશૂ સાથે બે આરોપીની ધરપકડ કરી છે.
rerer
આરોપીઓ પાસ પરમીટ વગર પાંચ ભેંસોને કતલખાને લઈ જઈ રહ્યાં હતાં. તે દરમિયાન પોલીસે તેમની અટકાયત કરી કુલ 1 લાખ 80 હજારના મુદ્દામાલ સાથે બે આરોપીની ધરપકડ કરી છે.