ગુજરાત

gujarat

ETV Bharat / state

બાલાસિનોરમાં ગ્રામજનોએ અમદાવાદ-ઇન્દોર નેશનલ હાઇવે કર્યો ચક્કાજામ - મહીસાગર

બાલાસિનોરના કંથરજી મુવાડા ગામના ગ્રામજનોની સર્વિસ રોડ બનાવવાની માંગણી ન સ્વીકારાતા ગ્રામજનો દ્વારા આજે નેશનલ હાઇવે પર વાહનો આડા મૂકી ચક્કાજામ કરવામાં આવ્યો હતો.

mahisagar
બાલાસિનોર

By

Published : Feb 13, 2020, 2:52 PM IST

મહીસાગર: જિલ્લાના બાલાસિનોરના કંથરજી મુવાડા ગામના છેલ્લા 15 વર્ષોથી સર્વિસ રોડની માંગણી કરવા છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં ન લેવાતા ગ્રામજનો દ્વારા નેશનલ હાઇવે બંધ કરાતા હજારો વાહનચાલકો અટવાયા હતાં. આ ચક્કાજામની જાણ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે આવી હાઇવેને ખુલ્લો કરાયો હતો.

બાલાસિનોરના કંથરજી મુવાડાના ગ્રામજનોએ અમદાવાદ ઇન્દોર નેશનલ હાઇવે કર્યો ચક્કાજામ

ગામમાં સર્વિસ રોડ ન હોવાથી ગ્રામજનો અને વિદ્યાર્થીઓને અનેક મુશ્કેલી પડી રહી છે. કંથરજીના મુવાડાથી ધારાનગર જવાનો માર્ગ જો નવો નહીં બનાવાય તો ગ્રામજનો દ્વારા વધુ ઉગ્ર આંદોલન કરવાની વાત કરવામાં આવી રહી છે.

હાઇવે પર ઠેર ઠેર મોટા ખાડા પડી ગયા છે, જેના લીધે અકસ્માતો થઈ રહ્યા છે, ત્યારે ગ્રામજનો કહી રહ્યાં છે કે, સરકાર અને એજન્સીને માત્ર ટોલ ઉઘરાવવામાં જ રસ છે. હાઇવે ઓથોરિટી આ બાબતે આંખ આડા કાન કરી રહી છે.

ABOUT THE AUTHOR

...view details