ગુજરાત

gujarat

ETV Bharat / state

બાલાસિનોર નગરપાલિકાએ કોરોના ગાઈડલાઈનનો ભંગ કરતી 5 દુકાનો સીલ કરી

મહિસાગર જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ફેલાતું અટકાવવા તંત્ર દ્વારા અનેકવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે. તેમ છતાં જિલ્લામાં લોકોની બેદરકારીના કારણે કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે જિલ્લાના બાલાસિનોરમાં કોરોના ગાઈડલાઈનનું પાલન ન થતા બાલાસિનોર નગરપાલિકા દ્વારા 5 જેટલી દુકાનોને સીલ કરવામાં આવી છે.

બાલાસિનોર નગરપાલિકાએ કોરોના ગાઈડલાઈનનો ભંગ કરતી 5 દુકાનો સીલ કરી
બાલાસિનોર નગરપાલિકાએ કોરોના ગાઈડલાઈનનો ભંગ કરતી 5 દુકાનો સીલ કરી

By

Published : Apr 8, 2021, 2:14 PM IST

  • સમગ્ર ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ બેકાબૂ
  • બાલાસિનોરમાં કોરોના ગાઇડલાઇનનો ભંગ કરનારા 5 વેપારીઓની દુકાનો સીલ
  • દુકાનોમાં લોકોએે સોશિયલ ડિસ્ટન્સ ન જાળવતા પાલિકાએ કરી કડક કાર્યવાહી

મહીસાગરઃજિલ્લાના બાલાસિનોરમાં લોકો ખરીદી માટે બજારમાં ઉમટી પડ્યા હતા. ત્યારે શિવમ્ કોમ્પ્લેક્સની સાડીની દુકાનોમાં લોકો વગર માસ્કે તેમજ સોશિયલ ડિસ્ટન્સ ન જાળવાતા બાલાસિનોર નગરપાલિકા દ્વારા 5 દુકાનોને સીલ કરવામાં આવી હતી. બાલાસિનોરમાં કોરોનાની ગાઈડલાઈનનું પાલન થાય છે કે નહીં તેની તંત્ર દ્વારા ચકાસણી કરવામાં આવી રહી છે. જેને લઇને બુધવારે નગરપાલિકા કર્મચારીઓ પોલીસને સાથે રાખી શહેરમાં કોરોનાનો ભંગ કરનારા 5 વેપારીઓ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી.

બાલાસિનોર નગરપાલિકાએ કોરોના ગાઈડલાઈનનો ભંગ કરતી 5 દુકાનો સીલ કરી
  • કડક કાર્યવાહી થતા અન્ય વેપારીઓમાં ફફડાટ

શહેરની દુકાનોમાં માસ્ક કે સેનેટાઈઝરનો ઉપયોગ થતો ન હોય તેમજ સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળતી દુકાનોને નગરપાલિકા દ્વારા સીલ કરવામાં આવી હતી. કોરોનાની ગાઈડલાઈનનો ભંગ કરતા વેપારીઓની દુકાનો સીલ કરવાની ઝુંબેશ શરૂ કરવામાં આવતા વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપ્યો છે. ત્યારે નગરપાલિકાના ચીફ ઓફિસર ભદ્રેશ પટેલના જણાવ્યા મુજબ લોકો કોરોના ગાઈડલાઈનનું પાલન નહીં કરે તો આગામી સમયમાં વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે.

બાલાસિનોર નગરપાલિકાની કડક કાર્યવાહી
  • જૂઓ અન્ય સમાચાર

20 માર્ચઃ સુરતના નવનિયુક્ત મેયરે કોરોનાની ગાઇડલાઇનનો ભંગ કર્યો

સુરત શહેરના નવનિયુક્ત મેયર હેમાલી બોઘાવાલા વિવાદમાં આવ્યા છે. સુરતમાં કોરોનાને લઇ રાત્રિ કરફ્યૂ લાદવામાં આવ્યો છે. કોરોનાનું સંક્રમણ વધતા સરકાર દ્વારા રાત્રિ કરફ્યૂનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત રાત્રિ કરફ્યૂનું પાલન ચુસ્તપણે થાય તે માટે સુરત પોલીસ સતત પ્રયત્નો કરી રહી છે.

17 જાન્યુઆરીઃ જૂનાગઢ કેશોદમાં સરકારી ગાઇડલાઇનનો ભંગ કરાયો

કેશોદના વોર્ડ નંબર 7માં રસ્તાના કામ શરૂ કરવાના મુહૂર્ત કાર્યક્રમમાં પોરબંદરના સાંસદ રમેશભાઇ ધડુક અને કેશોદના ધારાસભ્ય દેવાભાઇ માલમ હાજર રહ્યા હતા અને રસ્તાનું કામ લીલી જંડી બતાવી શરૂ કરાયું હતું. જેમાં કોવિડ ગાઇડલાઇનનો ભંગ થયો હતો.

ABOUT THE AUTHOR

...view details