મહીસાગર: કોરોનાની વિશ્વ વ્યાપી મહામારી સામે વિશ્વના અનેક દેશોની સરકારો વિવિધ પગલાઓ લઈ રહ્યા છે. આપણાં દેશમાં પણ કોરોના વાઈરસ સામેની લડાઈના ભાગ રૂપે 21 દિવસ માટે લોકડાઉન ચાલી રહ્યું છે. ત્યારે મહીસાગરના બાલાસિનોરમાં સરકારી કચેરીઓ અને વિસ્તારોમાં સેનેટરાઈઝરની કામગીરી ચાલી રહી છે.
બાલાસિનોરમાં જેટિંગ અને ટ્રેક્ટર વડે સેનેટરાઇઝિંગ કરાયું - Balasinor municipality
બાલાસિનોર નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં જેટિંગ અને ટ્રેક્ટર વડે સેનેટરાઇઝિંગ કરાવામાં આવી રહ્યું છે. કોરોના વાઈરસને ફેલાતો અટકાવવા માટે આ પગલા લેવામાં આવી રહ્યા છે.
આ અંગે ચીફ ઓફિસર ભદ્રેશે જણાવ્યુ કે, પાલિકા દ્વારા ત્રણ ટીમો બનાવી છે. ત્રણ વાહનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેમાં મીની ફાયર ફાઈટર સરકારી કચેરીનું સેનેટરાઈઝિંગનું કામ કરે છે, જ્યારે જેટિંગ અને ટ્રેક્ટર વિવિધ વિસ્તારોમાં સેનેટરાઈઝિંગનું કામ કરે છે.
હાઈપર સોડિયમ ક્લોરાઇડ વાળું પાણીનો ઉપયોગ કરી નગરની વિવિધ સરકારી કચેરીઓ જેવી કે મામલતદાર અને પ્રાંત કચેરી, એસટી ડેપો, પાલિકા ભવન, પોસ્ટ ઓફિસ, સરકારી દવાખાનું, CHC હોસ્પિટલ અને સંસ્થાઓ તેમજ નગરના વિવિધ વિસ્તારોને પાલિકા કર્મચારીઓ દ્વારા સેનેટર્સ કરવામાં આવી રહ્યું છે. આ સેનેટરાઈઝિંગમાં 50000 લિટર પાણી વપરાય તેવો અંદાજ છે.