લુણાવાડાઃ સમગ્ર વિશ્વ કોરોના વાઈરસની મહામારી સામે ઝઝૂમી રહ્યું છે. કોરોના વાઈરસ સામે રક્ષણ અને વધુ સુદઢ સેવાઓ કાર્યરત કરવા અને કોરોના વાઈરસને નાબૂદ કરવા મહિસાગર જિલ્લાની સેવાભાવી સંસ્થાઓ, વેપારી મંડળો, સામાજિક મંડળો, ઉદ્યોગપતિઓ અને દાતાઓ દ્વારા મુખ્યમંત્રી રાહત નિધિમાં દાન કરવામાંં આવ્યું હતું.
બાલાસિનોર મહેરા બાવીસી પંચ દ્વારા મુખ્યમંત્રી રાહત નિધિમાં 1 ,71,000નું દાન - કોરોના વાઈરસ ન્યૂઝ
મહિસાગર જિલ્લાના બાલાસિનોર મહેરા બાવીસી પંચ અને શ્રી ખોડીયાર મહેરા ભોઇ પ્રગતિ મંડળ બાલાસિનોર દ્વારા મુખ્યમંત્રી રાહત નિધિમાં 1,71,000 રૂપિયાનું દાન કરવામાં આવ્યું છે.

mahisagar
મહિસાગર જિલ્લાના બાલાસિનોર મહેરા બાવીસી પંચ અને શ્રી ખોડીયાર મહેરા ભોઇ પ્રગતિ મંડળ બાલાસિનોર દ્વારા જિલ્લા કલેકટર આર.બી.બારડને ઉપસ્થિતિમાં પ્રમુખ રાયજીભાઇ મહેરા અને સભ્યો દ્વારા મુખ્યમંત્રી રાહત નિધિમાં રૂપિયા 1,71,000 નો ચેક આપવામાં આવ્યો હતો.
મહત્વનું છે કે, કોરોના વાઈરસની આ લડાઈમાં સમાન્ય માણસથી લઈ મોટા રાજનેતાઓ અને અભિનેતાઓ પોતાની રીતે દાન કરી રહ્યાં છે. કોઈ શાકભાજી, કોઈ પૈસા તો કોઈ અનાજનું દાન કરી લોકોને થતી સમસ્યાઓને નિવારવાના પ્રયાસોમાં મદદરુપ બની રહ્યાં છે.