ગુજરાત

gujarat

ETV Bharat / state

બાલાસિનોર લાયન્સ ક્લબે તેજસ્વી તારલાઓ, નિવૃત્ત શિક્ષકો અને પત્રકારોનું સન્માન કર્યું - news of mahisagar

બાલાસિનોર લાયન્સ ક્લબે 2 ઓક્ટોબરથી 8 ઓક્ટોબર સુધી સેવા સપ્તાહ કાર્યક્રમની ઉજવણી કરી હતી. આ સેવાકીય સપ્તાહ દરમિયાન હ્રદયને લગતા રોગો, ગાયનેક, નેત્ર ચિકિત્સા અને ડાયાબીટીસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો ગ્રામીણ વિસ્તારના લોકોએ લાભ લીધો હતો.

બાલાસિનોર લાયન્સ ક્લબે તેજસ્વી તારલાઓ, નિવૃત્ત શિક્ષકો અને પત્રકારોનું સન્માન કર્યું
બાલાસિનોર લાયન્સ ક્લબે તેજસ્વી તારલાઓ, નિવૃત્ત શિક્ષકો અને પત્રકારોનું સન્માન કર્યું

By

Published : Oct 10, 2020, 2:45 AM IST

મહીસાગરઃ બાલાસિનોર લાયન્સ ક્લબે 2 ઓક્ટોબરથી 8 ઓક્ટોબર સુધી સેવા સપ્તાહ કાર્યક્રમની ઉજવણી કરી હતી. આ સેવાકીય સપ્તાહ દરમિયાન હ્રદયને લગતા રોગો, ગાયનેક, નેત્ર ચિકિત્સા અને ડાયાબીટીસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો ગ્રામીણ વિસ્તારના લોકોએ લાભ લીધો હતો.

બાલાસિનોર લાયન્સ ક્લબે તેજસ્વી તારલાઓ, નિવૃત્ત શિક્ષકો અને પત્રકારોનું સન્માન કર્યું

આ કાર્યક્રમમાં લાયન્સ ક્લબના ઈન્ટરનેશનલ 3232 F1ના ડીસ્ટ્રીક્ટ ગર્વનર લાયન્સ જે.પી.ત્રિવેદી MJF લાયન્સ ક્લબ, દર વર્ષની જેમ આ વર્ષે પણ બાલાસિનોરની સત્તાવાર મુલાકાતે આવ્યા હતા. જેથી આજે એટલે કે શુક્રવારે તેમણે તેજસ્વી તારલાઓ, નિવૃત્ત શિક્ષકો, અને પ્રિન્ટ તેમજ ડિજિટલ મીડિયાના પત્રકારોને સન્માનપત્ર આપી સન્માનીત કર્યા હતા.

આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન કોવિડ ગાઈડલાઈન મુજબ ફરજીયાત માસ્ક, સેનિટાઈઝરથી હેન્ડ વોસ અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાવવામાં આવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details