સુપ્રસિધ્ધ યાત્રાધામ ફાગવેલમાં બાલાસિનોર લાયન્સ કલબ દ્વારા નેત્રનિદાન અને ચશ્મા વિતરણ કેમ્પ તેમજ આયુર્વેદિક તથા હોમિયોપેથીક નિદાન અને સારવાર કેમ્પ ગોપાલ ગેસ્ટ હાઉસના કમ્પાઉન્ડમાં યોજાયો હતો. આ કેમ્પમાં આયુર્વેદિકના 142 દર્દીઓ તેમજ હોમિઓપેથીકના 122 દર્દીઓને તપાસી ને વિનામૂલ્યે દવાઓ આપવામાં આવી હતી. નેત્ર નિદાન કેમ્પમાં 258 દર્દીઓના આંખની તપાસ કરવામાં આવી હતી, જેમાંથી 216 વ્યક્તિઓને માત્ર 10 રૂપિયામાં ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં સરકારી દવાખાના ઠાસરાના ડોક્ટર જીગ્નેશ શાહ, કઠલાલના ડોક્ટર નીરજ શાહ, ફાગવેલના ડો.રાજેશ ઘડિયા, ડો. સચિન પટેલ દ્વારા તેમજ વૈદ્ય પ્રજ્ઞા ગોહિલ મહેતાએ સેવાઓ આપી હતી.
બાલાસિનોર લાયન્સ ક્લબ દ્વારા ફાગવેલમાં સર્વરોગ નિદાન કેમ્પ આયોજન કરાયું - Surgical diagnosis camp
મહીસાગર: બાલાસિનોર લાયન્સ ક્લબ ઓફ બાલાસિનોર આયોજિત ફાગવેલમાં નેત્ર ચિકિત્સા તથા ચશ્મા વિતરણ કેમ્પ, સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન બાલાસિનોર લાયન્સ કલબ દ્વારા કરવામાં આવ્યું હતું. કેમ્પમાં આયુર્વેદિક અને હોમિયોપેથીક ડોક્ટરો દ્વારા દર્દીઓને તપાસી વિનામૂલ્યે દવાઓ આપવામાં હતી. તેમજ ડાયાબિટીસ ચેકઅપ કરી વિનામૂલ્યે દવા આપી હતી. આ ઉપરાંત આંખોની તપાસ વિનામૂલ્યે કરી દર્દીઓને રુપિયા 10માં ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું.
બાલાસિનોર લાયન્સ ક્લબ દ્વારા ફાગવેલમાં સર્વરોગ નિદાન કેમ્પ અને ચશ્માનુ વિતરણ
બાલાસિનોર નેત્રનિદાન અને ચશ્મા વિતરણમાં અંધજન મંડળ સહયોગ પ્રાપ્ત થયો હતો. સમગ્ર કેમ્પ લાયન્સ ઈસુભાઈ ચોકસી સૌજન્યથી કરવામાં આવ્યો હતો. કેમ્પમાં લાયન્સ ક્લબના પ્રમુખ પ્રવિણભાઈ સેવક, ખજાનચી કાન્તીભાઈ પટેલ, જીવાભાઈ પ્રજાપતિ ગીરીશભાઈ ચૌહાણ, તેમજ ફાગવેલના આગેવાનો હાજર રહ્યા હતા. ફાગવેલ અને આસપાસના ગ્રામજનો આ કેમ્પમાં મોટી સંખ્યામાં લાભ લીધો હતો.