લુણાવાડાઃ કોરોના વાઈરસની વૈશ્વિક મહામારીએ સમગ્ર વિશ્વ સહિત ભારત દેશને તેના ભરડામાં લીધું છે ત્યારે કોરોના વાઈરસના સંક્રમણને નિયંત્રણમાં રાખવા માટે સરકાર દ્વારા અનેકવિધ સુરક્ષાના પગલા લેવામાં આવી રહ્યા છે. ત્યારે મહિસાગર જિલ્લામાં પણ કોરોના સંક્રમિત દર્દીઓ વધી રહ્યા છે.
બાલાસિનોર સ્થિત HDFC બેંકની શાખા દ્વારા કોરોના સામેની જંગમાં સરકાર સાથે હાથમાં હાથ મિલાવી મદદરૂપ થવા કોરોના વોરિયર્સને ઉપયોગી વસ્તુઓ બાલાસિનોર નગરપાલિકાને આપી સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
કોરોના સામેની લડતમાં HDFC બેન્ક બાલાસિનોર શાખા દ્વારા કોર્પોરેટ સામાજિક જવાબદારી અંતર્ગત કોરોના સંક્રમણ સામે સુરક્ષિત રાખીતી વસ્તુઓ જેવી કે PPE કીટ 10 નંગ, N95 માસ્ક 100 નંગ, સાદા માસ્ક 400 નંગ, થર્મલ ગન 02 નંગ, સેનિટાઈઝર બોટલ 100 નંગ, તેમજ ગ્લોઝ 700 નંગ મળી આ વસ્તુઓ HDFC બેંકના બ્રાન્ચ મેનેજર આસિફભાઇ શેખ દ્વારા બાલાસિનોર નગરપાલિકા ચીફ ઓફિસર ભદ્રેશભાઈ પટેલને નગર અગ્રણી તેજશભાઈ શાહની ઉપસ્થિતિમાં રૂપિયા 50 હજારની વસ્તુઓ અર્પણ કરી કોરોના સામેની લડાઈમાં સહભાગી બની સામાજિક જવાબદારી નિભાવી છે.
જેને ચીફ ઓફિસર બાલાસિનોર અને પાલિકાના હોદ્દેદારો સહિત નગરજનોએ આવકારી છે.