ગુજરાત

gujarat

ETV Bharat / state

કોરોનાનું સંક્રમણ અટકાવવા બાલાસિનોરનું ડાયનાસોર ફોસીલ પાર્ક 31 મે સુધી બંધ કરાયું - Balasinor dinosaur park

મહીસાગર જિલ્લામાં કોરોના સંક્રમણનો ફેલાવો વધુને વધુ થઈ રહ્યો છે. જેના કારણે તાલુકામાં પણ કોરોનાના કેસમાં વધારો થયો છે. તે અનુસંધાને જિલ્લા કલેક્ટર અને મેજિસ્ટ્રેટ દ્વારા પ્રસિદ્ધ કરેલા જાહેરનામાના સંદર્ભમાં 21/5/21 સુધીના સમય દરમિયાન મેળાવડા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. બાલાસિનોર તાલુકામાં કોરોના સંક્રમણ વધતાં રૈયોલીમાં આવેલા ડાયનાસોર ફોસીલ પાર્ક અને મ્યુઝિયમને ડાયનાસોર ફોસીલ પાર્ક વિકાસ સોસાયટી દ્વારા વધુ 10 દિવસ એટલે કે 31મે 2021સુધી બંધ રાખવા નિર્ણય કર્યો છે.

બાલાસિનોરનું ડાયનાસોર ફોસીલ પાર્ક 31 મે સુધી બંધ
બાલાસિનોરનું ડાયનાસોર ફોસીલ પાર્ક 31 મે સુધી બંધ

By

Published : May 20, 2021, 3:43 PM IST

  • બાલાસિનોર તાલુકામાં દિનપ્રતીદિન કોરોના વાયરસનો ફેલાવો વધુ થયો
  • જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ સતર્ક બન્યું
  • ફોસીલ પાર્ક અને મ્યુઝિયમને ડાયનાસોર ફોસીલ પાર્કને 31 મે સુધી બંધ રખાશે

મહીસાગર : બાલાસિનોર તાલુકામાં દિનપ્રતીદિન કોરોના વાયરસનો ફેલાવો વધુને વધુ થઈ રહ્યો છે. કોરોના સંક્રમણ વધતા જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. અત્યારની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી કોરોના વાયરસનો ફેલાવો અટકાવવા તેમજ વધુ માણસો ભેગા ન થાય તે હેતુથી બાલાસિનોર તાલુકામાં આવેલા ડાયનાસોર ફોસીલ પાર્ક અને મ્યુઝિયમને ડાયનાસોર ફોસીલ પાર્ક વિકાસ સોસાયટી અને બાલાસિનોર મામલતદાર દ્વારા 31મી મે સુધી બંધ રાખવામાં આવ્યુ છે.

બાલાસિનોરનું ડાયનાસોર ફોસીલ પાર્ક 31 મે સુધી બંધ
આ પણ વાંચો : કોરોના સંકટને કારણે 15 જૂન સુધી પુરી જગન્નાથ મંદિર ભક્તો માટે બંધ રહેશે
બાલાસિનોરનું ડાયનાસોર ફોસીલ પાર્ક 31 મે સુધી બંધ
ડાયનોસોર ફોસિલ પાર્ક અને મ્યુઝિયમને 31મે સુધી બંધ રખાશેબાલાસિનોર તાલુકામાં કોરોના સંક્રમણને નિયંત્રણ કરવા તથા તકેદારીના ભાગ રૂપે ડાયનાસોર ફોસીલ પાર્ક અને મ્યુઝિયમ પર લોકોની ભીડ એકત્રિત ન થાય અને કોરોના વાયરસનો ફેલાવો ન થાય તે હેતુસર બાલાસિનોર તાલુકાના રૈયોલીમાં ચાલતા ડાયનોસોર ફોસિલ પાર્ક અને મ્યુઝિયમને 31/5/21 સુધી વહીવટી તંત્ર દ્વારા બંધ રાખવામાં આવ્યુ છે.
બાલાસિનોરનું ડાયનાસોર ફોસીલ પાર્ક 31 મે સુધી બંધ

ABOUT THE AUTHOR

...view details