ગુજરાત

gujarat

ETV Bharat / state

અરવલ્લીની યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ અંગે બાલાસિનોરમાં દલિત સમાજ દ્વારા રેલીનું આયોજન - બાલાસિનોરના મામલતદારને આવેદનપત્ર

બાલાસિનોર: અરવલ્લી જિલ્લાના સાયરા ગામની અનુસૂચિત જાતિની યુવતી પર અસામાજિક તત્વો દ્વારા અપહરણ કરી સામૂહિક દુષ્કર્મ કરી હત્યા કરી યુવતીનો મૃતદેહ ઝાડ પર લટકાવી દીધો હતો. આ ઘટનાના આરોપીઓ પકડાઈ ગયા છે. ત્યારે આ આરોપીઓને સખ્ત સજા થાય તેમજ યુવતીના પરિવારને ન્યાય મળે તે માટે બાલાસિનોરમાં દલિત સમાજ દ્વારા રેલી યોજી મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

mamlatdar
બાલાસિનોર

By

Published : Jan 16, 2020, 9:32 PM IST

અરવલ્લી જિલ્લાના સાયરા ગામની અનુસૂચિત જાતિની કોલેજીયન યુવતીની અસામાજિક તત્વો દ્વારા અપહરણ કરી સામૂહિક દુષ્કર્મ બાદ હત્યા કરી યુવતીનો મૃતદેહ ઝાડ પર લટકાવી દીધો હતો. યુવતીનો મૃતદેહ મળતા સમગ્ર ગુજરાત સહિત અરવલ્લી જિલ્લામાં આ ઘોર કૃત્યના પડઘા પડ્યા હતા. જેમાં દલિત સમાજની યુવતીના પરિવારને ન્યાય મળે તે માટે દલિત સમાજ દ્વારા રેલી અને કેન્ડલ માર્ચ કરવામાં આવી રહી છે.

બાલાસિનોરમાં દલિત સમાજ દ્વારા અરવલ્લીની યુવતીના સામુહિક બળાત્કાર મામલે રેલી અને આવેદનપત્ર પાઠવ્યું

જે અંતર્ગત મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાં બાલાસિનોર ધારાસભ્ય અજીતસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં દલિત સમાજના આગેવાનો, યુવાનો અને મહિલાઓની એક વિશાળ રેલી નીકળી હતી. આ રેલીમાં યુવતીના આરોપીઓને ફાંસી આપવામાં આવે તેવા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. આ આરોપીઓને સખ્ત સજા થાય અને યુવતીના પરિવારને ન્યાય મળે તે માટે બાલાસિનોર દલિત સમાજ દ્વારા બાલાસિનોરના મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details