લુણાવાડાઃ કોરોનાના સંકટ વચ્ચે બાલાસિનોર સહયોગ કો.ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી દ્વારા PM, CM રાહત ફંડમાં 50,000નો ચેક અર્પણ કરી દાન કરવામાં આવ્યું છે. કોરોનાની વૈશ્વિક મહામારી સામે દેશના પ્રત્યેક નાગરિકોને આ મહામારીના સમયમાં બચાવવા માટે સરકાર કટિબદ્ધ છે. તેવા સમયે ભારત વર્ષના નાગરિકોને કોરોના વાઈરસથી મુક્ત કરવા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉપાડેલા મહાયજ્ઞમાં સરકાર સાથે પ્રત્યેક ગુજરાતીઓ પણ જોડાયેલ છે. જેના પરિણામે આ સેવાકીય મહાયજ્ઞ સાચા અર્થમાં સેવાની સરવાણીનું જન આંદોલન બન્યું છે.
કોરોના વાઇરસથી ગુજરાત સહિત દેશ મુક્ત બને તે માટે રાજ્ય અને કેન્દ્ર સરકારને અનેક સામાજિક સંસ્થાઓ આર્થિક રીતે સહભાગી બની દાનની સરવાણી વહાવી રહ્યાં છે. કોરોના આફતમાંથી ગુજરાત સાથે દેશના નાગરિકોને બહાર લાવવા રાજ્ય સરકારના કાર્યોમાં અનેક મંડળો સહભાગી બન્યાં છે. આવી પરિસ્થિતિમાં સંવેદનશીલ સરકારના પ્રજાલક્ષી અભિગમની સાથે હાલની પરિસ્થિતિમાં સુધારો લાવવા અનેકવિધ પ્રયાસોને કરવામાં આવી રહ્યાં છે.