અમદાવાદના ગોતા ખાતે યોજાયેલી KARTOS ClASSIC સ્પર્ધામાં સિલ્વર મેડલ મેળવીને મહીસાગર જિલ્લાના નરોડા ગામના યુવોને સમગ્ર જિલ્લાનું નામ ઉજાગર કર્યું છે. વીજયગીરીનું સ્વપ્ન આર્મીમાં ફરજ બજાવવાનું હતું. પરંતુ અમુક કારણોસર તેમનું સ્વપ્ન અધુરૂં રહી ગયું હતું.
મહીસાગરનો વિજયગીરી બન્યો બાહુબલી, બોડી બિલ્ડીંગમાં મેળવ્યો સિલ્વર
મહીસાગર: આજના આધુનિક યુગમાં યુવાનોમાં બોડી બનાવવાનો ક્રેઝ હોય છે અને તેની સ્પર્ધાઓ પણ ચાલે છે. બોડી બતાવવાનો ક્રેઝ ફિલ્મોમાંથી આવ્યો છે. સલમાન ખાન, ટાઈગર શ્રોફ, અને ઋત્વિક રોશનની જેમ યુવાનો અથાક પરિશ્રમ કરી પોતાના મસલ્સ બતાવવા આતુર હોય છે. આવી જ આતુરતા સાથે જિલ્લાના બાહુબલી યુવાન વિજયગીરીએ અમદાવાદ ખાતે યોજાયેલી સ્પર્ધામાં 100 બાહુબલી વચ્ચે સિલ્વર મેડલ મેળવી પોતાની સફળતા પ્રાપ્ત કરી છે.
બોડી બિલ્ડીંગમાં મેળવ્યો સિલ્વર
આર્મીની સ્વપ્ન બાદ વીજયગીરીએ તંદુરસ્ત રહેવા માટે જીમ જવાનું શરૂ કર્યું. ત્યારબાદ મહીસાગરના બાહુબલીએ બોડી બિલ્ડીંગમાં કારકિર્દી બનાવવાનું નક્કી કર્યું હતું. લોકો એક વખત ધ્યેય નક્કી કરીને ભૂલી જતા હોય છે. પરંતુ વીજયગીરી પોતાના ધ્યેયમાં અડગ રહ્યો અને અમદાવાદ ખાતે યોજાયેલી બોડિ બીલ્ડીંગની સ્પર્ધામાં સિલ્વર મેડલ લાવી જિલ્લાનું નામ પ્રજ્વલિત કર્યું હતું.