ગુજરાત

gujarat

ETV Bharat / state

ગરીબ પરિવારને આશીર્વાદરૂપ બની પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજના - Hospital

મહીસાગર: ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોના આરોગ્ય સુખાકારી માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા આયુષ્યમાન યોજના આશીર્વાદરૂપ બની છે. જેના લીધે મહીસાગર કોમન સર્વિસ સેન્ટર (CSC)ની ઉત્કૃષ્ટ કામગીરીના કારણે માર્ગ અકસ્માતમાં ઘાયલ 12 વર્ષના બાળકને પ્રધાનમંત્રી આયુષ્યમાન આરોગ્ય યોજનાનો લાભ મળ્યો છે.

ગરીબ પરિવારને આશીર્વાદ સમાન બની પ્રઘાનમંત્રી આયુષ્યમાન યોજના

By

Published : Jul 22, 2019, 10:24 PM IST

કડાણા તાલુકાના કાકડી મહુડી ગામના અંતરિયાળ વિસ્તારના ખેતમજૂરી કરી જીવન ગુજરાન કરતા રમેશભાઈ ખાંટના 12વર્ષના પુત્ર જયેશનો માર્ગ અકસ્માત થયો હતો. જેથી તેને લુણાવાડા શહેરની વિનાયક ઓર્થોપેડિક હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતો.

ગરીબ પરિવારને આશીર્વાદ સમાન બની પ્રઘાનમંત્રી આયુષ્યમાન યોજના

જ્યા હોસ્પિટલના ડૉક્ટર અનિલભાઈ તાવીયાડ નિદાન કરતા જયેશને ડાબા પગમાં ફેક્ચર આવ્યું હતું અને જેનું ઓપરેશન કરવું પડશે તેમ જણાવ્યું હતું.

ઓપરેશન ખર્ચ આશરે 25,000થી 30,000 રૂપિયા જેટલો થતો હોવાથી દર્દીનો પરિવાર આટલો બધો ખર્ચ કરી શકે તેમ ન હતો. પરંતુ તેમને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગરીબોના સ્વાસ્થ્ય માટે શરૂ કરેલી દેશની પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજનાનો લાભ મળે તેમ હતો. પરંતુ કાર્ડ ન હોવાથી તેમણે મહીસાગર કોમન સર્વિસ સેન્ટર (CSC) વિભાગને જાણ કરી હતી.

મહીસાગર CSCને જાણ થતાં જ CSCના ડિસ્ટ્રીક કો-ઓડીનેટર અને VLE અને તાત્કાલિક લેપટોપ અને અને બાયોમેટ્રિક સાથે હોસ્પિટલમાં પહોંચી ગયા હતા. CSCના કર્મચારી દ્વારા ઉત્કૃષ્ટ કામગીરી કરી હોસ્પિટાલમાં જ માર્ગ અકસ્માતમાં ઘાયલ 12 વર્ષના જયેશ ખાંટનું આયુષ્યમાન યોજનાનું કાર્ડ કાઢી આપ્યું હતું.

જે કાર્ડથી જયેશ ખાંટના ડાબા પગના ફેક્ચરનું ઓપરેશન લુણાવાડામાં આવેલી વિનાયક ઓર્થોપેડિક હોસ્પિટલના ડૉક્ટર અનિલભાઈ તાવીયાડ દ્વારા કોઈ પણ પ્રકારના ખર્ચ વગર નિઃશુલ્ક પ્રધાનમંત્રી જન આયુષ્યમાન આરોગ્ય યોજના અંતર્ગત કરવામાં આવ્યું હતું. જેના કારણે પરિવારે વડાપ્રધાન અને CSC મહીસાગરનો આભાર વ્યક્ત કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details