ગુજરાત

gujarat

ETV Bharat / state

લુણાવાડાના અર્બન હેલ્થ સેન્ટરના આયુષ તબીબે ડેન્યુ અને કોરોનાના દર્દીઓની મુલાકાત લીધી

કોરોનાની મહામારીમાં મહીસાગર જિલ્લાના નાગરિકોને કોરોના વાઈરસના સંક્રમણથી સુરક્ષિત રાખવા અને રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય અને તેમની તંદુરસ્તી જળવાઈ રહે તે માટે જિલ્લા કલેકટર આર.બી. બારડ અને જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીના માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય અધિકારી તેમજ જિલ્લા આયુર્વેદિક અધિકારીની ટીમ આયુષ મંત્રાલયના દિશા-નિર્દેશ પ્રમાણે જિલ્લા, તાલુકા અને ગ્રામ્યસ્તર સુધીના આરોગ્યકર્મીઓ સતત પોતાની ફરજ અદા કરી રહ્યા છે.

આયુષ તબીબ
આયુષ તબીબ

By

Published : Oct 14, 2020, 2:59 AM IST

લુણાવાડા: કોરોનાની મહામારીમાં મહીસાગર જિલ્લાના નાગરિકોને કોરોના વાઈરસના સંક્રમણથી સુરક્ષિત રાખવા અને રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય અને તેમની તંદુરસ્તી જળવાઈ રહે તે માટે જિલ્લા કલેકટર આર.બી. બારડ અને જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીના માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય અધિકારી તેમજ જિલ્લા આયુર્વેદિક અધિકારીની ટીમ આયુષ મંત્રાલયના દિશા-નિર્દેશ પ્રમાણે જિલ્લા, તાલુકા અને ગ્રામ્યસ્તર સુધીના આરોગ્યકર્મીઓ સતત પોતાની ફરજ અદા કરી રહ્યા છે.

લુણાવાડાના અર્બન હેલ્થ સેન્ટરના આયુષ તબીબે ડેન્યુ અને કોરોનાના દર્દીઓની મુલાકાત લીધી

આમ છતાં હજુ પણ કેટલાક નાગરિકો સરકાર દ્વારા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વારંવાર સમજાવવા છતાં સરકારી નિર્દેશોનું પાલન નથી કરી રહ્યા. જેથી નાગરિકો કોરોના અંગે સરકારની માર્ગદર્શિકાનું પાલન કરે અને કોરોના વાઈરસના સંક્રમણને અટકાવી શકાય તે માટે લુણાવાડા અર્બન હેલ્થ સેન્ટરના આયુષ તબીબે શહેરના વિવિધ વિસ્તારમાં ડેન્યુના દર્દીઓના ઘરની મુલાકાત લઈ સાવચેતી માટે શું કરવું જોઈએ તેની સમજણ આપી હતી.

આ ઉપરાંત સુથારવાડા અને જરાતીવાડ વિસ્તારમાં કોરોના પોઝિટિવ દર્દીઓના ઘરની મુલાકાત લઈને સાવચેતી માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. તબીબી અધિકારીએ તેમની મુલાકાત દરમિયાન સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર તરફથી આપવામાં આવતી સુચનાઓનું પાલન કરવા તથા કામ વગર ઘરની બહાર નહીં નીકળવા જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે, માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું તેમજ વારંવાર સાબુ/સેનેટાઈઝરથી હાથ ધોવા એ કોરોનાથી બચવા માટેનો ઉપાય છે.

ABOUT THE AUTHOR

...view details