ગુજરાત

gujarat

ETV Bharat / state

મહીસાગરના નાગરિકોમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા આયુર્વેદિક ઉકાળા અને વિટામિન-C ની ગોળીઓનું વિતરણ કરાયું - કોવિડ 19 ન્યૂઝ

મહીસાગર જિલ્લાના તમામ વિસ્તારોમાં લોકોમાં રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય તે માટે ગામેગામ ડોર ટુ ડોર કોરોના વાઈરસ સામે સુરક્ષિત કરવા માટે આયુર્વેદિક ઉકાળા અને વિટામિન-c ની ગોળીઓનું વિતરણ કરવાની સાથે દવાનો પ્રથમ ડોઝ રૂબરૂમાં પીવડાવવાનુ કાર્ય પાર પાડી રહ્યા છે.

મહીસાગરના નાગરિકોમાં આયુર્વેદિક ઉકાળા, અને વિટામિન-c ની ગોળીઓનું વિતરણ કરાયું
મહીસાગરના નાગરિકોમાં આયુર્વેદિક ઉકાળા, અને વિટામિન-c ની ગોળીઓનું વિતરણ કરાયું

By

Published : May 21, 2020, 9:31 AM IST

મહીસાગરઃ જિલ્લાના કલેકટર દ્વારા જાહેર કરવામાં આવેલ કન્ટેન્ટમેન્ટ ઝોન હોય, બફર ઝોન હોય કે તે સિવાયનો કોઈ પણ વિસ્તાર હોય પણ જિલ્લાના તમામ વિસ્તારોમાં રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય તે માટે ગામેગામ ડોર ટુ ડોર કોરોના વાઈરસ સામે સુરક્ષિત કરવા માટે આયુર્વેદિક ઉકાળા અને વિટામિન-c ની ગોળીઓનું વિતરણ કરવાની સાથે દવાનો પ્રથમ ડોઝ રૂબરૂમાં પીવડાવવાનુ કાર્ય પાર પાડી રહ્યા છે.

મહીસાગરના નાગરિકોમાં આયુર્વેદિક ઉકાળા, અને વિટામિન-c ની ગોળીઓનું વિતરણ કરાયું

જિલ્લાના સંઘરીના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સાલિયાબીડ સબસેન્ટરમાં, સંતરામપુરના વોર્ડ નંબર 4 ના કન્ટેન્ટમેન્ટ એરિયામાં, માલવણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા કેળામુળ, વાંઘોતિયાના મુવાડા, માળાબેલ, નાના માછીવાડા, પાનખાણ, ડામોરના મુવાડા, શિયાલ, કુરેટા, ધોળીગાટી, ડાહ્યાપુર, લપાણિયા, ગોરીયાના મુવાડા, HWC કડાણા-1 ના વિસ્તારમાં, સંતરામપુર તાલુકાના ગ્રામ્યવિસ્તારોમાં આર્યુવેદીક ઉકાળા, આર્સેનિક આલ્બમ અને
વિટામિન-c ની ગોળીઓનું વિતરણ કરી ગ્રામજનોની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય અને કોરોનાવાયરસ
સામે સુરક્ષિત રાખી શકાય તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

આમ, કોરોનાની મહામારીની પરિસ્થિતિમાં નાગરિકોને કોરોનાવાઈરસના સંક્રમણથી સુરક્ષિત રાખવા તેમની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય અને તેમનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે જિલ્લા આયુર્વેદિક અધિકારીની રાહબરી હેઠળ આયુષ મંત્રાલયના દિશાનિર્દેશો પ્રમાણે જિલ્લા-તાલુકાના આરોગ્યના કર્મયોગીઓ, ફિમેલ હેલ્થ વર્કર, આશા વર્કર બહેનોની સાથે સરપંચઓ, પ્રાથમિક શિક્ષકો અને સ્વયંસેવકોએ "ન રુકેગે ન થકેગે" સુત્ર અપનાવીને જિલ્લાના ગામે ગામ સતત પોતાની ફરજો અદા કરી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details