મહીસાગર: કડાણા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર માલવણની આરોગ્ય ટીમ દ્વારા તાલુકા લાયઝન અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી તથા તાલુકા હેલ્થ્ ઓફિસરના માર્ગદર્શન હેઠળ કોમોર્બિડ દર્દીઓને દસમુલ અને પથ્યાલદી કવાથ મિશ્રત આયુર્વેદિક ઉકાળાના 497 પેકેટ તૈયાર કરીને વિતરણ કરવામાં આવ્યા હતા.
કડાણાના પ્રાથિમક આરોગ્ય કેન્દ્ર દ્વારા કોમોર્બિડ દર્દીઓને આયુર્વેદિક ઉકાળાના પેકેટ આપવામાં આવ્યા - Kadana Primary Health Center
કોરોનાની મહામારીમાં જિલ્લાના નાગરિકોને કોરોના વાયરસના સંક્રમણથી સુરક્ષિત રાખવા અને રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય અને તેમની તંદુરસ્તી જળવાઇ રહે તે માટે જિલ્લા કલેકટર આર.બી બારડ અને જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીના માર્ગદર્શન હેઠળ અને આયુષ મંત્રાલયના દિશા નિર્દેશ પ્રમાણે જિલ્લા-તાલુકા અને ગ્રામ્ય સ્તર સુધીના આરોગ્યના કર્મીઓ સતત અવિરત પણે પોતાની ફરજો અદા કરી રહ્યા છે.
જે તેઓની રોગપ્રતિકારક શકિત વધારવાની સાથે કોરોના સંક્રમણની સામે રક્ષણ પુરૂં પાડશે. આરોગ્યો ટીમના સર્વે દરમિયાન અસ્થમાના-40, બી.પી.ના-255, કેન્સરના-10 અને ડાયાબિટીસના-152 દર્દીઓ મળીને કુલ 497 દર્દીઓને પાંચ દિવસ ચાલે તેવી રીતે તૈયાર કરેલા પેકેટ આપી તેનો ઉપયોગ કરવાની રીત પણ સમજાવવામાં આવી હતી.
આ ઉપરાંત તમામને જરૂરી આરોગ્યલક્ષી સૂચનાઓ આપી કામ સિવાય ઘરની બહાર ન નીકળવા તેમજ ફરજિયાત માસ્કનો ઉપયોગ કરવા વારંવાર સાબુથી હાથ ધોવા અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા સમજાવવામાં આવ્યા હતા.